તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લૂંટ:ખેડુતના નાણાંની ચીલઝડપ કરનાર લૂંટારૂને યુવકે ઝડપ્યો, યુવકે એક્ટિવાથી થેલી ઝૂંટવી જનારનો  પીછો કર્યો

હાલોલ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • હાલોલના યુવકે એક્ટિવાથી થેલી ઝૂંટવી જનારનો પીછો કર્યો
 • હાલોલની બેંકમાંથી નીકળેલાં ખેડૂતની થેલીની લૂંટ ચલાવી

હાલોલ બસ સ્ટેન્ડ પાસેની બેન્ક ઓફ ઇન્ડિયા શાખામાંથી નાણાં ઉપાડી નીકળેલા ખેડૂતના હાથમાંથી નાણાં ભરેલી થેલીની લૂંટ ચલાવી ભાગી છૂટેલા લુટારૂનો હાલોલના જ એક સાહસીક યુવાને એક્ટિવાથી પીછો કરી ઝડપી પાડી હાલોલ બસસ્ટેન્ડ પોલીસ ચોકીમાં સોપાતા પોલીસે લૂંટનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે લૂંટમાં ગયેલી ખેડૂતની રકમ પોલિસે વિધિવત સુપ્રત કરી પંચમહાલ પોલીસની પાંખમાં વધુ એક મોરપીછુ ઉમેરાયું છે.
નાંણાકીય ભીડ સામે ખેડુતના તમામ રૂપિયા ખેડુતને પરત કર્યા હતા
હાલોલ તાલુકાના ખેરપ -વાવડી ગામના ખેડૂત રજીનસિંહ રાતનસિંહ સોલંકી આજે હાલોલ બસ સ્ટેન્ડ પાસે આવેલ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખા માંથી અડધો લાખ જેટલી મોટી રકમ ઉપાડી કાપડ ની થેલીમાં મૂકી બેન્ક ની બહાર ઉભા હતા ત્યારે તેઓની પાસે આવેલ એક યુવકે તેમના હાથમાંથી આ થેલી ઝૂંટવી ભાગી છૂટતા રણજીતસિંહએ બુમાબુમ કરતા બેન્કમાં નાણાં ઉપાડવા આવેલ પ્રકાશભાઈ રાઠોડ એ આ દ્રશ્ય જોતા પોતાનું એક્ટિવા લઈ તેનો પીછો કરતા નાણાં લૂંટી ભાગેલો યુવકને કંજરી રોડ પર આવેલ ભાવિન સોસાયટીના ખાંચામાં સોસાયટીના રહીશોની મદદથી હાલોલના કંજરી રોડ ઉપર લુટારૂને પકડી પાડ્યો હતો. અને હાલોલ બસ સ્ટેન્ડ પોલીસ ચોકી લાવવામાં આવ્યો હતો. જ્યા તેની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ પિયુષ પુનમભાઈ પરમાર હાલોલ જીઆઇડીસી પાછળ આવેલ ગાયત્રી નગરીમા રહેતો હોવાનું જણાવ્યુ હતુ. પોલીસે હાલ લોકડાઉન તથા નાંણાકીય ભીડ સામે ખેડુતના તમામ રૂપિયા ખેડુતને પરત કર્યા હતા. અને નાંણાની થેલી લઈ ભાગેલા સામે લૂંટનો ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
ખેડૂતને રૂપિયા પરત મળતા આંખમાં ઝળઝળીયાં આવી ગયા
કોરોમાં મહામારી વચ્ચે લાગુ કરાયેલ લોકડાઉન દરમ્યાન કોરોના સંક્રમણ ને અટકાવવા સુપર વોરિયર્સ સાબિત થયેલી પોલીસે હાલોલ માં આજે એક લૂંટ ની ઘટના માં લૂંટ ની ઘટના નો મુદ્દામાલ અડધા લાખ જેટલી રોકડ રકમ ખેડૂત ની હોઈ હાલ લોકડાઉનની સ્થિતિ એ આ રકમ એક ખેડૂત માટે ઘણી મોટી અને અગત્ય ની હોઈ આ રકમ પોલીસે વિધિવત ખેડૂત ને સુપ્રત કરતા એક સમયે ખેડૂત ની આંખ માં ઝળઝળિયાં આવી ગયા હતા.
ખાવાનું સમજી યુવક થેલી લઇ નાસી છૂટ્યો હતો 
કોરોના મહામારીને લઈ દેશ અને રાજ્યમાં છેલ્લા દોઢ મહિનાથી લગાવવામાં આવેલા લોકડાઉનને પગલે વ્યાપાર ધંધા રોજગારી ઠપ થઈ ગઈ છે. ત્યારે રાજ્ય ભરમાંથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એ મુજબ શ્રમિક અને કામદાર વર્ગ સહિતના અનેક લોકો આર્થિક સંકળામણમાં આવી ગયા છે પોતાનું અને પરિવારના સભ્યોનું અસ્તિત્વ જોખમાય એવી સ્થિતી વચ્ચે લોકડાઉન વધુ લંબાવવામાં આવે તો લૂંટફાટ અને અરાજકતા ફેલાય એવી વિકટ પરિસ્થિતિનું નિર્માણ થઇ શકે છે. તેવામાં હાલોલ ખાતે બેન્કની બહાર ઊભેલા ખેડૂતના હાથમાંથી થેલી ઝૂંટવી ભાગેલા યુવકે થેલીમાં ખાવાનું કશું હશે એવું સમજી થેલી ઝુંટવી હોવાનું પોલીસને જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો