તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:હાલોલના લિમડી ફળિયા કન્ટેઇનમેન્ટ ઝોનની કલેક્ટર દ્વારા મુલાકાત લેવાઇ, ટેસ્ટિંગ અને સર્વે અંગે અધિકારીઓને સૂચના

હાલોલ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ટેસ્ટિંગ અને સર્વે અંગે જાણકારી મેળવી અધિકારીઓને સૂચના આપી

હાલોલના લિમડી ફળિયા કન્ટેઈનમેન્ટ વિસ્તારની મુલાકાત   કલેક્ટર અમિત અરોરાએ લઈ પોઝિટીવ કેસો મળ્યા બાદ સંક્રમણને કાબૂમાં લેવા માટે કરાઈ રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી. કલેક્ટરે કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તારના લોકોને મળીને તેમના પ્રતિભાવો જાણ્યા હતા તેમજ સાવચેતીના પગલાઓ વિશે સમજૂત કરી સહયોગ આપવા અપીલ કરી હતી. કલેક્ટરે કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા તેમજ મૂવમેન્ટ રજિસ્ટરને કોમ્પ્યુટરાઈઝ્ડ કરવા અંગે સૂચના આપી હતી.

આરોગ્ય વિભાગ દ્વારા થઈ રહેલા ટેસ્ટિંગ અને મેડિકલ સર્વે અંગે જાણકારી મેળવી સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. બહારથી આવી રહેલા શ્રમિકો-મજદૂરોના જિલ્લામાં પ્રવેશ સમયે થતી ચેકિંગ અને સ્ક્રીનિંગ સહિતની કામગીરીની ચકાસણી કરવા માટે જિલ્લાની ચેકપોસ્ટોની પણ રૂબરૂ મુલાકાત લીધી હતી. 7 ચેકપોસ્ટ પર પૂરતો પોલિસ બંદોબસ્ત ગોઠવ્યો છે. પ્રવેશ સમયે આરોગ્યની ટીમ દ્વારા તેમની વ્યવસ્થિત આરોગ્ય ચકાસણી થાય છે. જ્યાંથી તેમને વધુ સઘન ચકાસણી માટે તાલુકા સ્ક્રીનીંગ સેન્ટર પર લઈ જવામાં આવે છે. જ્યાં તપાસ કરી યોગ્ય જણાય તો સરપંચો દ્વારા શાળામાં કે હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો