તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:હાલોલના માજી ધારાસભ્યે લૉકડાઉનમાં ખેડૂતોને પડતી વેદના અંગે સીએમને પત્ર

હાલોલ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ઉદેસિંહ બારીયાએ પત્ર લખી લોકસમસ્યાને વાચા આપવાનો પ્રયાસ કર્યો

કોરોના વચ્ચે પ્રજાના પ્રશ્નોનો યોગ્ય નિવેડો લાવવા કોંગ્રેસના માજી કાયદામંત્રી ઉદેસિંહ બારીયાએ મુ.મંત્રીને પત્ર લખી લોક સમસ્યાને વાચા આપવાનો પ્રયાસ કર્યો છે. જેમા બે મહિનાથી ગુજરાતમાં લૉકડાઉનમાં રાજ્યની પ્રજા રહી છે તમામ લોકોના ધંધા રોજગાર સદંતર બંધ છે જેનાથી રાજ્ય સરકાર પણ સુ માહિતગાર છે આ વર્ષે અનાવૃષ્ટિના કારણે સમગ્ર ગુજરાતમાં લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઉદ્ભવી હતી. ત્યારબાદ શિયાળુ ખેતી માટે ખેડૂતોએ કૃષિ પાક ધિરાણ મેળવી ખેતી પાકોનું વાવેતર કર્યું હતું.

ચોમાસુ ખેતી ની ખોટ સરભર કરવા ખેડૂતોએ મોંઘા બિયારણ ખાતર તથા દવાઓ નું દેવું કરીને નાણા લઈને ખેત ઉત્પાદન સારું લાવવા તનતોડ મહેનત કરી હતી. અને તૈયાર થયેલ ઘઉં મકાઈ તુવર દિવેલા કપાસ ચણા જેવા પાકોને મહામહેનતે ઘરે લાવીને નાખ્યા છે પરંતુ લૉકડાઉન ના કારણે ખેડૂતોનો આ માલ વેચાતો નથી બિચારો બાપડો લાચાર પરાધીન ખેડૂત અત્યારે લૉકડાઉનનો ભોગ બની રહ્યું છે વચ્ચેના દલાલ અને વેપારીઓ સતત ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે. વધુમાં માંગણીઓ કરી છે એક સમગ્ર ખેડૂતોનું ખેતી વિષયક ધિરાણ સંપૂર્ણ માફ કરવામાં આવે, ખેડૂતોનું લાઈટ બિલ માફ કરવામાં આવે, શિયાળુ તૈયાર પાક ઘઉં મકાઈ તુવર કપાસ દિવેલા બાજરી વગેરેની ખરીદી જે તે એપીએમસી ઉપર સરકારના અધિકૃત અધિકારીની હાજરીમાં સરકારના જાહેર કરેલા ટેકાના ભાવથી થાય ભારત સરકાર દ્વારા દેશની બેન્કો દ્વારા જે ઉદ્યોગોને લોન આપવામાં આવી છે તેમાંથી માતબર રકમ માંડી વાળવામાં આવી છે જગતનો તાત એવા ખેડૂતોને પણ સરકારે મદદ કરવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો