તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:ગોધરાના હોલસેલ વેપારીઓ દ્વારા શહેર બહાર વેપાર કરવા કલેક્ટરને રજૂઆત

ગોધરા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મોટા ભાગના ગોડાઉનો શહેર બહાર હોવાનું જણાવ્યુ

ગોધરાના હોલસેલ વેપારીઓ એસોશીયેસના સેક્રટરી ભાવીક શાહ તથા વેપારીઓ દ્વારા કલેક્ટરને લેખીત રજુઆત કરી જણાવ્યુ છે કે કોરોના વાઇરસના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે ભારત સરકાર દ્વારા તા 25 માર્ચથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. જેમા પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ સારી કામગીરી કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લાનો રેડઝોનમાં સમાવિષ્ઠ થતો હોવાથી કડકાઇથી અમલ કરવામાં આવી રહ્યો છેે. જેને અનુલક્ષીને જિલ્લા સમાહર્તાએ આગામી તા 17 મે સુધી શહેરમાં દવા તથા દુધ સિવાયના તમામ વેપાર બંધ રહેવા અંગેનું જાહેરનામુ બહાર પાડ્યુ છે.

ગોધરાના હોલસેલ વેપારીઅના મોટાભાગના ગોડાઉન નગરપાલીકા વિસ્તાર બહાર એટલે કે વાવડી,જાફરાબાદ તથા ગોવિંદીમાં આવેલા છે. અને તમામનો વેપાર પંચમહાલ, દાહોદ,મહિસાગર તથા ખેડા જિલ્લા સાથે છે. જેમા પંચમહાલ સિવાય તમામ જિલ્લાઓ ઓરેન્જ ઝોનમાં આવે છે. ત્યા બજાર ખુલ્લા  રહે છે. જો ગોધરાથી દાહોદ, મહિસાગર તથા ખેડામાં પુરતા પ્રમાણમાં જરૂરી ચીજ વસ્તુઓ પહોંચતી નહી થાય તો ઓગામી દિવસોમાં ત્યાં પણ ચીજ વસ્તુઓની ખોટ વર્તાશે જેને કારણે વિસ્તારના લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડી શકે છે. બીજી બાજુ અમારી સામાજીક ફરજ, ખર્ચા સામે ઓછુ નુકશાન થાય અને માલનો બગાડ ન થાય તે હેતુથી તમામ હોલસેલ વેપારીઓની માંગણી છે કે શહેર બહાર આવેલ ગોડાઉનના વેપારીઅોને વેપાર કરવાની મંજુરી આપવા વિનંતી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો