તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના સામેની લડાઈમાં શિસ્ત અને આયોજન અંગે અનુકરણીય ઉદાહરણ પૂરૂ પાડતા પંચમહાલ જિલ્લાના કેટલાક ગામો કોરોના સંક્રમણને છેટે રાખી રહ્યા છે. આવું જ એક ગામ છે, ગોધરા તાલુકાનું મોતાલ ગામ. જિલ્લાના મોટાભાગના કેસ ગોધરા શહેરમાંથી મળી આવ્યા છે અને મોતાલ ગામના લોકોનો ગોધરા શહેર સાથે ગાઢ સંપર્ક હોવાને ધ્યાને રાખી સંક્રમણને ગામમાં પ્રવેશતું અટકાવવા ગ્રામજનો લોક ડાઉનનો ચુસ્ત અમલ કરી રહ્યા છે. કોરોના સંક્રમણની શરૂઆત થતા જ ગામના સરપંચની આગેવાની હેઠળ ગ્રામજનોએ લોક ડાઉનનું મહત્વ સમજી ગામનો બહારની દુનિયા સાથેનો સંપર્ક અતિ મર્યાદિત કરી બચાવના પગલાઓને અનુસરવાનું શરૂ કર્યું.
ગામના તમામ મુખ્ય રસ્તાઓને આડાશોથી બંધ કરી પંચાયતની પરવાનગી વગર બહારના કોઈપણ વ્યક્તિને પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરપંચે જણાવ્યુ છે કે એક વાર પંચાયતના ખર્ચે અને એક વાર ડેરીના ખર્ચે મળી બે વખત ગામને સોડિયમ હાઈપોક્લોરાઈડના દ્વાવણથી સેનેટાઈઝેશન કરવામાં આવ્યુ છે. ગ્રામ યોધ્ધા સમિતી તથા આશા વર્કરો અને આંગણવાડી કાર્યકર્તાઓની મદદથી સમગ્ર ગ્રામજનોના આરોગ્ય સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે.તથા 14મા નાણાપંચ હેઠળ ગામના મુખ્ય રસ્તાઓને સી.સી.ટી.વી.થી સજ્જ કરવામાં આવ્યા છે. આ 13 જેટલા સીસીટીવીની મદદથી કોઈ વ્યક્તિ બિનજરૂરી રીતે પરવાનગી વગર ગામની બહાર ન જાય કે અંદર ન આવે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. ગોધરાથી કોઈ વસ્તુ લાવવાની જરૂર પડે કે દવા-પેન્શન સહિતની જરૂરતો માટે ગોધરા જવું પડે તો ગોપાલભાઈ સહિતના ત્રણ-ચાર યુવાનો જ પૂરતી સાવધાની સાથે જઈને લઈ આવે છે. બહાર રહેતા ગામના વતનીઓને પણ આવશ્યક ન હોય ત્યાં સુધી પરત ન આવવા સમજાવવામાં આવ્યા છે. વધુમાં સરપંચ અજયસિંહ નરેન્દ્રસિંહ સોલંકી જણાવે છે કે ગ્રામજનોને ખેતરમાં કામ કરવા જાય ત્યારે બહારના માણસોથી સામાજિક અંતર જાળવી રાખવા સહિતના પગલાઓ અંગેની જાણકારી આપવામાં આવી છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.