તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:દેલોલમાં ફક્ત સપ્તાહમાં 3 દિવસ દુકાનો ખુલશે, રૂા.2000/- ના દંડની જોગવાઇ

કાલોલ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગામયોદ્ધા કમિટીનો નિર્ણય : નિયમનો ભંગ કરનાર પાસેથી દંડ વસુલાશે

કોરોના વાઇરસને લઇને લોકોમાં હવે સતત જાગૃતતા આવી રહી હોવાનું જણાઇ આવે છે. અને તેનું સાૈથી ઉત્તમ ઉદાહરણ કાલોલના દેલોલ પંચાયત દ્વારા બનાવવામાં આવેલ ગામયોધ્ધા કમીટી દ્વારા લેવામાં અાવેલ નિર્ણય છે. દેલોલની આજુબાજુના ગામના લોકો ખરીદી માટે મોટી સંખ્યામાં આવતા હોય છે. જેને કારણે ગ્રામજનોમાં કોરોનાનો ડર સતત જોવા મળી રહ્યો છે. ગામનો કોઇ પણ વ્યક્તિ કોરોનાનો ભોગ ન બને તેની તકેદારી રાખવામાં દેલોલ ગ્રામ પંચાયતના સંરપંચ દ્વારા એક બેઠક કરી કેટલાક સાવચેતીના ભાગરૂપના  નિણૅય લેવામાં આવ્યા હતા. જેમા લોકડાઉન દરમ્યાન ગામની દુકાનો સપ્તાહમાં ફક્ત ત્રણ દિવસ એટલે સોમવાર,બુધવાર, શુકવાર,ના રોજ સવારે 7 થી બપોરના 12  સુધી ખુલ્લી રાખવામાં આવશે. તથા  ફરજિયાત મોં પર માસ્ક પહેરવા તેમજ વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે  ડિસ્ટન્સસન જાળવવવા જણાવાયુ છે. અને  પંચાયત ધ્વારા નક્કી કરેલા નિણૅયનો કોઈ વેપારીઓ કે ગ્રાહકો ઉલ્લંઘન કરશે તો તેવા વેપારીઓ કે ગ્રાહકો પાસેથી પ્રથમ વખતે રૂા. 500/-  તથા તેજ વ્યક્તિ બીજી વાર ઉલ્લંઘન કરશે તો તેને રૂા.2000/- ના દંડની જોગવાઇ પણ પંચાયત દ્વારા કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો