તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મૃત્યુ:બોડીદ્રા બુઝર્ગ ગામે ખેતરના સેઢા પાળી બાબતે એકનું કુહાડીથી ગળું કાપી હત્યા

ગોધરા9 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • પાણી ખેતરમાં આવતાં પાળી બાબતે કુટુંબીઅો વચ્ચે તકરાર ચાલતી હતી

બોડીદ્રા બુઝર્ગગામે બે ખેતર વચ્ચે ચોમાસાનું પાણી આવતાં સેઢા પાળી બાબતે તકરારમાં એકપક્ષના લોકોએ મારક હથિયારો સાથે એવીને એકને ગળાં ભાગે કુહાડી મારીને હત્યા કરીને પથ્થરમારો કરીને નાસી ગયાની ફરીયાદ તાલુકા પોલીસ મથકે નોધાઇ હતી. બોડીદ્રા બુઝર્ગ ગામે જશંવત પરમાર અને ભારતના ખેતર બાજુ બાજુમાં આવેલા છે. ભારતભાઇના ખેતરમાંથી ચોમાસામાં પાણી આવતાં બંને પક્ષ વચ્ચે તકરાર થઇ હતી. જેને લઇને ચાર દિવસ અગાઉ જશંવતના ઘરે પંચ બોલાવ્યું હતું પંચમાં બાબુ પરમારે બંને ખેતર વચ્ચે પાળી નાખી દો જેથી સમાધાન થાય તેવી કરી હતી. સોમવારે મોડી સાંજે જશંવતના ધર પાસે બુમાબુમ થતાં બાબુ પરમાર ત્યાં ગયા હતા. જયાં બાબુના કુંટુબીઓ ભારતભાઇ પરમાર, ગુલાબભાઇ પરમાર, લાલો પરમાર, અશોકભાઇ પરમાર તથા અનીલભાઇ પરમારે ધારીયું, કુહાડી, લાકડીઓ લઇને આવતાં બાબુભાઇ પરમારે ઝધડો નહિ કરવાનું કહેતાં અશોકે કુહાડીનો જોરદાર ઘા બાબુના ગળાં ભાગે મારીને ગળું કાપતાં બાબુભાઇ જમીન પર પડયા હતા.આરોપીઓએ  છુટાપથ્થરો મારીને નાસી ગયા હતા. બાબુભાઇને 108 મારફતે ગોધરા સિવિલ હોસ્પીટલ લઇને જતાં હાજર ડોકટરે તેઓને મૃત જાહેર કર્યા હતા.આ અંગેની પોલીસ ફરીયાદ વસંતાબેન બાબુભાઇ પરમારે ગોધરા તાલુકા પોલીસ મથકે નોધાંવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો