તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઈરસ:કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવેલા પુરુષનો જાહેરમાં કપડા બદલતો વીડિયો વાઈરલ

ગોધરા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સિવિલમાંથી રજા અપતાં ધરે પહોચતાં અગાઉ કપડાં બદલતાં સ્થાનિકોમાં ફફડાટ

ગોધરામાં કોરોનાનો ફેલાવો થઈ રહ્યો છે. જેને લઈને શરદી, ખાંસી તાવ જેવા લક્ષણ ધરાવતાં વ્યક્તિઓ કોરોના રીપોર્ટ કરાવતાં હોય છે. ગોધરાના અકલેશ્વર મહાદેવ રોડ વિસ્તારમાં રહેતાં ઈસમને શરદી, ખાંસી , તાવ જેવા લક્ષણ દેખાતાં તેને સિવિલમાં સારવાર માટે ખસેડાયો હતો. હોસ્પીટલમાં તબિયત સુધારા પર અને તેનો કોરોનાનો રીપોર્ટ નેગેટીવ આવતાં તેને સિવિલમાંથી રજા અપાઈ હતી.

તે વ્યક્તિ એકટીવા પર મહિલા સાથે ધરે જતાં પહેલા પ્રભાકુંજ સોસાયટી ના સુમસાન વિસ્તારમાં જાહેરમાં કપડાં બદલી સેનેટાઈજિંગ કરતો વિડીયો વાયરલ થયો હતો. વિડીયોમાં કોરોના નેગેટીવ આવેલા વ્યક્તિ જાહેરમાં કપડાં બદલીને કપડાની થેલીને રસ્તાની એકબાજુ નાખી હતી. પણ સ્થાનિકોએ બુમો પાડતાં ઈસમે કપડાંની થેલી લઈને મહિલા સાથે એકટીવા પર બેસીને જતો રહ્યો હતો. આ વિડીયો ગોધરામાં વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસમાં એકટીવા પાછળ બેસેલો વ્યક્તિને કોરોના રીપોર્ટ નેગેટીવ આવતાં સિવિલમાંથી ધરે જતાં પહેલા ધરે નાના બાળકો હોવાથી સાવચેતીના ભાગરૂપે ઈસમે પોતાના કપડાં બદલવા રસ્તા પર ઉભો હતો.વ્યક્તિનો  રીપોર્ટ  નેગેટીવ આવેલો હોવાની જાણ થતાં  સ્થાનીકોએ હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો