તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઈરસ:બરોડા ગુજરાત ગ્રામીણ બેંક દ્વારા જિલ્લા આરોગ્ય વિભાગને સહાય

ગોધરા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણનો ફેલાવો રોકવા જિલ્લા વહીવટીતંત્ર મક્કમતાભર્યા પગલાં લઈ રહ્યું છે ત્યારે અન્ય એકમો-સંસ્થાઓ પણ મદદ કરવા આગળ આવી રહ્યા છે. આ જ શ્રેણીમાં બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના રિજિયોનલ મેનેજર ચંદ્રમોહન સૈની અને તેમની ટીમે જિલ્લા આરોગ્યવિભાગને કોરોના સામેની લડાઈમાં 10 પલ્સ ઓક્સીમીટરની સહાય કરી હતી. જિલ્લા વિકાસ અધિકારી  એ.જે. શાહે આ પ્રસંગે જણાવ્યું હતું કે બરોડા ગુજરાત ગ્રામીણ બેંકનું યોગદાન આવકાર્ય પહેલ છે અને સૌના સહિયારા પ્રયાસ અને સાથથી જ કોરોના સામેનો આ જંગ જીતી શકાશે. ઉલ્લેખનીય છે કે પલ્સ ઓક્સીમીટર લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ નોંધે છે. જેથી શરીરમાં સંક્રમણની સ્થિતિ વિશે જાણકારી મેળવવામાં મદદ મળે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો