તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:બાકોર પાસે ગોધરાના યુવાને દારૂ નશામાં કારને ટ્રેકટર સાથે અથાડી

ખાનપુર9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસ આવતા પહેલા દારૂની લૂંટાલૂટ : બાકોર પાોલીસે ગુનો નોધ્યો

બાકોરગામ પાસે સાંજેે રાજસ્થાન તરફથી કાર પૂરઝડપે આવતી હતી.બાકોર ગામ હાઈસ્કૂલ ચોકડી નજીક દારૂ ભરેલી કારના ચાલકે કાબૂ ગુમાવતા કાર સાઇડ પર ચાલતા ટ્રેક્ટર સાથે ધડાકાભેર અથડાતા ટ્રેક્ટરના બે ટુકડા થઇ ગયા હતા લોકટોળા એકત્ર થયા હતા.સ્વીફટ ગા઼ડીના ચાલક દ્વારા નશો કરેલી હાલતમાં ગાડી ચલાવીને ધડાકાભેર ટ્રેકટર સાથે અથડાવી દેતા ટ્રેકટરના બે ટુકડા થવા પામ્યા હતા અને ભારે નુકશાન થવા પામ્યુ હતુ જયારે સ્વીફટનો આગળનો ભાગ તુટી ગયો હતો અને સ્વીફટ ગાડીની ડીકકીમાંથી દારુનો જથ્થો મળી આવ્યો હતો.

સ્વીફટ કારની ડીકીમાંથી બીયર નંગ 5, એક કાચની દારૂની બોટલ રૂ.1740ની અને સ્વીફટ મળીને કુલ 302295 રુપિયાનો મુદ્દામાલ બાકોર પોલીસે ઝડપી પાડયો હતો. અને અકસ્માત કરનાર (૧)જયેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ પુંવાર રહે. ગોધરા (૨) ઘ્રુવકુમાર અમીતભાઇ શર્મા રહે. ગોધરા સામે અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.વધુમાં દારૂના નશામાં ચકચૂર આ આરોપીઓ ને સામાન્ય ઇજા થવા પામી હતી અને તેઓને બાકોર સીએચસી ખાતે લઇ જવામાં આવ્યા હતા હાલ કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે પકડાયેલા બંને આરોપીઓ નો કોરોના વાયરસનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો એમનો કોરોના વાયરસનો રિપોર્ટ આવ્યા પછી તેઓની અટક કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો