તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઈરસ:પંચમહાલમાં જિલ્લામાં નવા 4 પોઝિટિવના કેસ નોંધાતાં કુલ 68 કેસ : 1298 વ્યક્તિ હજી ક્વોરન્ટાઈન

ગોધરા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોના પ્રભાવિત વિસ્તારોની સંખ્યા 26

પંચમહાલમાં 24 કલાકમાં કોરોના ચાર કેસો મળી આવ્યા હતા. જેમાં ગોધરાના પીજારાવાડના લીમડી ફળીયામાં રહેતા 54 વર્ષીય અને 44 વર્ષીય પુરુષ ને કોરોના નો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ગોધરાના શુક્લ સોસાયટી માં રહેતા  54 વર્ષીય પુરુષ અને હાલોલના મહોમંદી  ફળીયામાં રહેતાં 31 વર્ષીય તબીબને કોરોના પોજિટીવ આવતાં પંચમહાલ જિલ્લામાં કુલ 68 કેસો થયા હતા. જેમાં 26 સાજા થયા, ચાર ના મોંત અને 38 દર્દીઓ સારવાનર હેઠળ છે.  

1298 વ્યક્તિઓનો ક્વોરેન્ટાઈન સમયગાળો હજી ચાલુ
જિલ્લામાં કોવિડ-19 સંક્રમણને અનુલક્ષીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સઘન પગલા લેવામાં આવી રહ્યા છે. ગોધરા નગરપાલિકા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં કેસો મળી આવતા સમગ્ર નગરપાલિકા વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. ગોધરામાં નવા વિસ્તારમાંથી પોઝિટીવ કેસો મળવાના પરિણામે કોરોના પ્રભાવિત વિસ્તારોની સંખ્યા 26 થવા પામી છે. ગોધરામાં ગુહ્યા મોહલ્લા, હોકલાની વાડી, પોલિસ ચોકી નંબર-7 અને હાલોલનો કસ્બા વિસ્તાર નવા કોરોના પ્રભાવિત વિસ્તાર બન્યા છે. જિલ્લામાં 3358 વ્યક્તિઓને અત્યાર સુધી ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 2060 વ્યક્તિઓએ ક્વોરેન્ટાઈનનો સમય પૂર્ણ કર્યો છે, જ્યારે 1298 વ્યક્તિઓનો ક્વોરેન્ટાઈન સમયગાળો હજી ચાલુ છે. જિલ્લામાં અત્યાર સુધી 1431 સેમ્પલ લેવામાં આવ્યા છે.    

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો