તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:આરામગૃહના ડાઇનીંગ રૂમમાં આધેડ રોજમદારનો ગળાફાંસો, મોત પાછળ ઘુટાતુ રહસ્ય

સીંગવડ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પંખા સાથે કાથીની દોરી બાંધી જીવન ટુંકાવ્યુ
 • પાણીના જગ ઉપર ઉભા રહ્યા : જગ ખસેડતા જ ફાંસી વાગી

ધાનપુર તાલુકામાં આવેલા વાસિયા ડુંગરી ગામના વાગુલ  ફળિયામાં રહેતા 54 વર્ષિય માનસિંગભાઈ ભારતભાઈ વાગુલ છેલ્લા બે વર્ષથી સીંગવડમાં આવેલા પીડબલ્યુડી પંચાયત વિભાગના આરામ ગૃહમાં રોજમદાર તરીકે ફરજ બજાવતા હતાં. ચારેક દિવસ પહેલા તે ઘરેથી સીંગવડના આરામ ગૃહમાં પોતાની ફરજ ઉપર આવ્યા હતા. માનસિંગભાઈ વાગુલ ગત રાત્રે પોતાની ફરજ ઉપર હતા. તે વેળા રાત્રીના 11  વાગ્યાથી લઈને પરોઢના છ વાગ્યાના સમયગાળામાં આરામગૃહની વચ્ચેના રૂમમાં જઈને ડાઈનીંગ ટેબલ ઉપર પાણીનો જગ મૂકીને તેના ઉપર પગ મૂકી પંખા સાથે કાથીની દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.  માનસિંગભાઇના મોત પાછળનું સાચું કારણ જાણવા મળ્યું નથી. આ બનાવ સંદર્ભે મૃતકના પુત્ર રાજુ વાગુલે  રણધિકપુર પોલીસે અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો