તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:લૉકડાઉનમાં ફસાયેલા ગોધરા, કાલોલ તથા વેજલપુરના 102 જમાતીઓ ઘરે પરત ફર્યા

ગોધરા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગોધરાના 178 જમાતીમાંથી 80 જમાતીઓ વતન પરત ફરતાં સરકારી કવોરન્ટીન કર્યા
 • કાલોલના 12, વેજલપુરના 10 જમાતીઓ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવીને પરત આવ્યા

પંચમહાલ જિલ્લામાંથી જમાતીઓ અન્ય રાજયોમાં ગયા હતા. પણ લૉકડાઉન જાહેર કરતાં વાહન વ્યવહાર બંધ થતાં તેમજ બોર્ડરો સીલ કરાતાં પંચમહાલના જમાતીઓ અટવાયા હતા. લૉકડાઉન-3માં ઓનલાઈન રજી. કરી અન્ય રાજયમાંથી પોતાના રાજયમાં પ્રવેશ આપવાની પ્રકીયા ચાલુ થઈ હતી. જેને લઈને પંચમહાલ જિલ્લાના ગોધરા, કાલોલ તથા વેજલપુરના જમાતીઓ અન્ય રાજયો માં ફસાયા હતા. તેઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન  અને મેડીકલ કર્યા બાદ અન્ય રાજયો માંથી ગુજરાત રાજયમાં પ્રવેશ કરી પંચમહાલ જિલ્લામાં આવવાના ચાલુ  થયા છે. જેમાં આંધપ્રદેશ, તમિલનાડુ સહિતના રાજયોમાંથી ગોધરા આવવા ગોધરાના 178 જમાતીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા હતા. તેમાંથી  80 જેટલા જમાતીઓ ગોધરા પોતાના વતનમાં પરત ફર્યા હતા. જયારે તામિલનાડુ ખાતે જમાતમાં ગયેલા કાલોલના 12  અને પંજાબ ખાતે જમાતમાં ગયેલા વેજલપુરના 10 જમાતીઓ પરત વતન આવ્યા.અન્ય રાજયમાંથી આવેલા જમાતીઓએ મેડીકલ સહિત તમામ જરૂરી કાર્યવાહી પુર્ણ કરેલી હતી. તેમ છતાં પંચમહાલ જિલ્લામાં પરત આવેલા તમામ જમાતીઓને મેડીકલ તપાસ તેમજ તેઓના કોરોના રીપોર્ટ માટે સેમ્પલ લીધા હતા.

જમાતીઓને સરકારી કવોરન્ટીન કર્યા 
ગોધરાના 178 જમાતીઓમાંથી 80, કાલોલના 12 તથા વેજલપુરના 10 જમાતીઓના ગોધરા સિવિલ હોસ્પીટલ ખાતે સેમ્પલ લેવાની કાર્યવાહી ચાલુ કરી દીધી છે. હજુ વધુ જમાતીઓ વતન પંચમહાલમાં આવવાના છે. જેને લઈને આવેલા તમામ જમાતીઓને સરકારી કવોરન્ટીન કરાયા છે. આવેલા જમાતીઓ જે રાજયમાંથી  આવેલા છે.ત્યાં તેઓનું સંપુર્ણ મેડીકલ કરેલું હતુ. પણ વહીવટી તંત્રએ સાવચેતીના ભાગરૂપે જમાતીઓના સેમ્પલ લઈને કવોરન્ટીન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો