તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:ધાનપુરમાં બહાર મજૂરીએ ગયેલા 2500 જેટલા શ્રમિકોનું આગમન અવિરત ચાલુ

ધાનપુર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અત્યાર સુધીમાં 2500 જેટલા શ્રમજીવી ધાનપુરમાં આવી ચૂક્યા છે

કૉવિડ 19ની મહામારીએ ધંધા રોજગારી ઠપ થયા છે. દોઢેક માસથી લૉકડાઉનનો અમલ કોરોના સક્રમણને લગામ લગાવવા માટે કર્યો હતો. તાલુકામાંથી બહાર મજૂરી અર્થે ગયેલા પરિવારો ત્યાંના ત્યાં જ રોકાઈ જવા પામ્યા હતા. ત્યારે છેલ્લા એક સપ્તાહથી બહાર ગામથી પેટિયું રળવા આવેલા તેમજ અન્ય કારણોસર જે તે શહેરો કે જિલ્લાઓમાં ફસાયેલા લોકોને પરવાનગી મેળવ્યા બાદ પોતાના પરિવાર સાથે વતન જવાની છુટ આપવામાં આવી હતી. ત્યારે ધાનપુર તાલુકાના વિવિધ ગામડાઓમાંથી એક સપ્તાહ જેટલો સમયથી સતત શ્રમિકો બહારના જિલ્લાઓમાંથી આવી રહ્યા છે. લગભગ એક સપ્તાહમાં સરકારી આંકડા મુજબ ૨૫૦૦થી ઉપરાંત શ્રમિકો લક્ઝરી બસો અન્ય વાહનો મારફતે ધાનપુર આવી રહ્યા છે. તેમજ આ બહારગામથી આવેલા મજૂરોને ધાનપુર સિવિલ હોસ્પિટલ ખાતે થર્મલ ગનથી શ્રમિકોનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં આ તમામ લોકોને 14 દિવસ સુધી હોમ કૉરોનટાઈન કરવાની સુચના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો