તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘઉંના ખેતરમાં કાપણી કરતાં હુમલો કર્યો હતો : ગંભીર રૂપે ઘાયલ મહિલા સહિત ત્રણેને દવાખાને ખસેડાયા

દેવગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોટીઝરીમાં ઘઉ વાઢતા ખેડુતો ઉપર દીપડીએ હુમલો કર્યો હતો.ખેડુતોએ પ્રતિકાર કરતાં દીપડીનું મોત થયું હતું. - Divya Bhaskar
મોટીઝરીમાં ઘઉ વાઢતા ખેડુતો ઉપર દીપડીએ હુમલો કર્યો હતો.ખેડુતોએ પ્રતિકાર કરતાં દીપડીનું મોત થયું હતું.
  • મોટીઝરીમાં હુમલો થતાં ત્રણ ખેડૂતોના પ્રતિકારમાં દીપડીનું મોત

દેવગઢ: બારિયા તાલુકાના મોટીઝરી ગામે ખેતરમાં ઘઉં વાઢતી મહિલા સહિત ત્રણ ખેડુતો ઉપર દીપડીએ હુમલો કર્યો હતો. ખેડુતોએ સ્વબચાવમાં દીપડી ઉપર વળતો હુમલો કર્યો હતો. ઘાયલ દીપડીનું મોત મોત થયું હતુ જ્યારે ગંભીર રૂપે ઘાયલ ખેડુતોને  સારવાર માટે ખસેડાયા હતાં. ગામમાં દીપડાએ  છેલ્લા એક માસથી આંતક મચાવી ખેડૂતો સહિત ગ્રામજનોની ઉંઘ હરામ કરી નાખી છે.આ ઘટના પગલે વન વિભાગમાં દોડધામ મચી ગઇ હતી.
દીપડીનું સ્થળ પર મોત નિપજ્યું 
દેવગઢ બારિયા તાલુકાના મોટીઝરી ગામે એક જ અઠવાડીયામાં બે ખેડૂતોને તેમના ખેતરમાં ત્રાટકી ઘાયલ કર્યા હોવાના સમાચારોની શાહી હજુ સુકાઇ નથી અને શનિવારે ફરીથી મોટીઝરી ગામે દીપડાએ ચંદુ માના પટેલના ઘઉંના ખેતરમાં કાપણી કરતી વખતે ત્રણ જણાં પર જીવલેણ હુમલો કર્યો હતો. ખેડૂતોએ સ્વબચાવમાં દીપડીને કોઇ હથીયાર અથવા બોથડ પદાર્થ (પથ્થર) મારતાં દીપડીનું સ્થળ પર મોત નિપજ્યું હતું. ઇજાગ્રસ્ત ચંદુ માના પટેલ, અલકેશ ચંદુ પટેલ તથા સુરેખા વિજય પટેલ એમ ત્રણે જણા ગંભીર રીતે ઘવાતાં 108 એમ્બ્યુલન્સ મારફતે દેવગઢ બારિયા ખાતેની સરકારી હોસ્પિટલમાં દવા સારવાર માટે મોકલી આપ્યા હતા. દેવગઢ બારિયા વનવિભાગના આરએફઓ સ્ટાફ સહિત ઉચ્ચ અધિકારી બનાવના સ્થળે દોડી આવી જરૂરી કાગળો કરી દીપડીનું પોસ્ટ મોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. 

અન્ય સમાચારો પણ છે...