ચૂંટણી:ચૂંટણી આડે હવે ગણતરીના કલાકો બાકી રહેતાં ઉમેદવારોની ભાગદોડ

ડેસરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડેસર તાલુકાની એક પણ પંચાયત સમરસ થઈ શકી નહીં

ડેસર તાલુકાની 29 ગ્રામ પંચાયતો પૈકી 14 ગ્રામ પંચાયતોની ચૂંટણી તા 19 ડિસેમ્બર રવિવારે યોજાનાર છે. તેમાં સરપંચ પદના ઉમેદવારો કુલ 57 અને વોર્ડ દિઠ સભ્યો કુલ 195 થઇ કુલ 252 ઉમેદવારો સામ સામે ચૂંટણીના મેદાને છે. ત્યારે હવે ચૂંટણી યોજવામાં ગણતરીના કલાકો બાકી રહેતા ચૂંટણીમાં મેદાન મારવા માટે ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

ડેસર તાલુકાની 14 ગ્રામ પંચાયતોમાં એક પણ પંચાયત સમરસ થઇ શકી નથી. જયારે તાલુકાના શિહોરા ગ્રામ પંચાયતમાં સૌથી વધુ સરપંચ પદ માટે 8 ઉમેદવારો સામ સામે મેદાને છે. જ્યારે સૌથી ઓછા ઇટવાડ ગ્રામ પંચાયતમા સરપંચના માત્ર 2 ઉમેદવારો મેદાને છે. પોતે સરપંચની ચૂંટણીમાં ઝંપલાવ્યું હોવાથી કોઈપણ ભોગે જીત હાંસલ કરવા માટે સ્થાનિક મતદારોને અનેક જાતના પ્રલોભનો આપીને પોતાની તરફેણમાં મતદાન કરાવવા માટે ઠેરઠેર ઉમેદવારો કાકલૂદી કરતા જોવા મળી રહ્યા છે.

હાલમાં હાડ થીજાવતી ઠંડીએ જોર પકડ્યું છે. ત્યારે કડકડતી ઠંડીમાં ગામડાઓમાં કોઈ અન્ય ઉમેદવાર પોતાના મતવિસ્તારમાં ગાબડું ના પાડી જાય તેની તકેદારી રૂપે ચોરેને ચોટે ટેકેદારો શહીત ઉમેદવારો રાત્રીના ઉજાગરા ઉલેચી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીની જેમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ હવે હાઈટેક થવા પામી છે.

14 ગામોમાં ઠેરઠેર બેનરો અને પોતાની પેનલના સભ્યોના ફોટા સહિતના પોસ્ટરોની ભરમાર જોવા મળી રહી છે. કેટલાક ગામોમાં મોટી ચૂંટણીઓની દેખાદેખી કરીને ડીજેના તાલે રેલીઓ કાઢીને પોતાનો ઠાઠ મતદારોને બતાવાઇ રહ્યો છે. પરંતુ હવે તો ગામડાના મતદારો પણ ખૂબ જ હોશિયાર થઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...