વરસડા ખાતેની કવોરી આવાસ વિસ્તારમાં રહેતા નવઘણ કાળુભાઈ ભરવાડ છેલ્લા કેટલાય વર્ષોથી વિદેશી દારૂનો વેપલો કરતો હતો. અનેક વખત પોલીસના હાથે ઝડપાઇ ચૂક્યો છે. થોડા મહિનાઓ પહેલાં તેની પાસા હેઠળ અટકાયત કરાઈ હતી અને કચ્છ ભુજની પલારા જેલમાં ધકેલાયો હતો. એક મહિના પહેલાં જ તે જામીન પર ઘરે આવી પુનઃ વિદેશી દારૂના ધંધામાં જોતરાયો હતો. બાતમીના આધારે ડેસર પોલીસે દારૂ સાથે તેને ઝડપી પાડ્યો હતો.
બુટલેગર નવઘણ ભરવાડે ફરીથી પોતાના ઘર નજીક ચોરીછૂપીથી વિદેશી દારૂનો ધંધો શરૂ કરતાં ડેસર પોલીસને દોડતી કરી દીધી હતી. ડેસર પીએસઆઇ રવિરાજ સિંહ ચૌહાણ અને સ્ટાફે બુટલેગર નવઘણ ભરવાડને ત્યાં તપાસ આરંભી હતી. ત્યારે તેના ઘરની પાસે આવેલા ગરનાળામાંથી છુપાવી રાખેલો દારૂનો જથ્થો પોલીસને હાથ લાગ્યો હતો. તેમા ભારતીય બનાવટનો 750 એમએલની કાચની બોટલ નંગ 5, જેની કિંમત ~1698, 180 એમએલના કવાટરીયા નંગ 20 જેની કિંમત ~1850, જ્યારે 5 હજારનો મોબાઇલ તેમજ દારૂ વેચાણની રોકડ રકમ રૂા. 1270, મળીને કુલ ~9788ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે તેનો સાથીદાર મકો ઉર્ફે દિનેશભાઈ રહે ઠાસરા ભાગી છૂટવામાં સફળ થયો હતો. તેની સામે ગુનો નોંધી ડેસર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.