દારૂની હેરાફેરી:વાલાવાવ ચોકડીએથી રિક્ષામાં લઈ જવાતા વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

ડેસર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડેસર પોલીસે બાતમી આધારે દારૂના જથ્થા સાથે આણંદના બે શખ્સને ઝડપ્યા

ડેસર તાલુકાના વાલાવાવ ચોકડી ખાતે પીએસઆઈ આર. બી. વાઘેલા સહિતની ટીમ ગતરોજ સાંજે 5:30 વાગ્યાના અરસામાં ચેકિંગમાં હતા. તે દરમિયાન પીએસઆઈને બાતમી મળી હતી કે વિદેશી દારૂનો જથ્થો ભરીને એક સીએનજી રીક્ષા ઉદલપુર બાજુથી ડેસર તરફ આવી રહી છે. જેનો રજિસ્ટ્રેશન નંબર GJ 23 X 9966 છે. બાતમી મળતા ડેસર પોલીસની ટુકડી વાલાવાવ ચોકડી ઉપર છૂટાછવાયા સંતાઈ જઈને બાતમી વાળી રીક્ષાની વોચમાં ગોઠવાઈ ગયા હતા.

સાંજે 6:30 વાગ્યાના અરસામાં વાલાવાવ ચોકડી ખાતે બાતમી વાળી રીક્ષા આવી પહોચતા ડેસર પોલીસે તેને કોર્ડન કરી તેમાં તપાસ આરંભી હતી. તપાસ દરમિયાન રીક્ષામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટિક કવાટરીયા કુલ નંગ 361 જેની કિંમત રૂા. 36,100 અને સીએનજી રીક્ષાની કિંમત 50 હજાર, બે મોબાઇલની કિંમત 1000, મળી કુલ રૂા. 87100ના મુદ્દામાલ સાથે સમીર સિરાજ ભાઈ વોહરા હાલ રહે આણંદ પરિવાર હોલ પાસે રોયલ પાર્ક મૂળ રહે અમદાવાદ બહેરામપુરા, અને અકીલ ગુલામનબી વોહરા રહે આણંદ રિલીફ કમિટી ટીબી હોસ્પિટલ પાછળ ભાલેજ રોડ આણંદને ઝડપી પાડ્યા હતા.

વિદેશી દારૂનો જથ્થો મોકલનાર જાવેદભાઈ મેમણ ઉર્ફે મામા હાલ રહે લુણાવાડા મુળ રહે આણંદ જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર આણંદના ગામડી ગામે રહેતા મહેશભાઈને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...