ધરપકડ:રિક્ષામાં દારૂની હેરાફેરી કરતા આણંદના બે ડેસરથી ઝડપાયા

ડેસર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસે વિદેશી દારૂના 361 નંગ ક્વાટરીયા કબજે લીધા

પેટ્રોલિંગ દરમિયાન પીએસઆઇને બાતમી મળતા વાલાવાવ ચોકડી ખાતે પોલીસની વિદેશી દારૂના 361 નંગ કવાટરીયાના જથ્થા સાથે હેરાફેરી કરતા આણંદના બે ને આબાદ ઝડપી પાડયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર ડેસર તાલુકાના વાલાવાવ ચોકડી ખાતે પીએસઆઈ આર.બી વાઘેલાની ટીમ ગતરોજ સાંજે 5,30 વાગ્યાના અરસામાં ચેકિંગમાં હતા તે દરમિયાન પીએસઆઈને બાતમી મળી હતી કે વિદેશી દારૂનો જથ્થો ભરીને એક રીક્ષા ઉદલપુર બાજુથી ડેસર તરફ આવી રહી છે.

જેનો રજી. નંબર GJ 23 X 9966 છે તેવી બાતમીના આધારે પોલીસની ટુકડી વાલાવાવ ચોકડી ઉપર વોચમાં ગોઠવાઈ ગયા હતા સાંજે 6.30 વાગ્યાના અરસામાં બાતમી વાળી રીક્ષા આવી પહોચતા ડેસર પોલીસે તેને કોર્ડન કરી તપાસ કરતા રીક્ષામાંથી વિદેશી દારૂના પ્લાસ્ટિક કવાટરીયા કુલ નંગ 361 જેની કિંમત રૂ 36,100 અને રીક્ષાની કિંમત 50,000 બે મોબાઇલની કિંમત 1000, મળી કુલ રૂ 87,100ના મુદ્દામાલ સાથે સમીર સિરાજભાઈ વોહરા હાલ રહે. આણંદ પરિવાર હોલ પાસે રોયલ પાર્ક અને અકીલ ગુલામનબી વોહરા રહે. આણંદ રિલીફ કમિટી ટીબી હોસ્પિટલ પાછળ ભાલેજરોડ આણંદને ઝડપી લઈને વિદેશી દારૂનો જથ્થો મોકલનાર જાવેદભાઈ મેમણ ઉર્ફે મામા હાલ રહે. લુણાવાડા મુળ રહે. આણંદ જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર આણંદના ગામડી ગામે રહેતા મહેશને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...