ભાસ્કર વિશેષ:વેજપુરની વૈજનાથ વિદ્યાલય ખાતે રક્ષાબંધન નિમિત્તે રાખડી કેવી રીતે બનાવવી તે અંગે વિદ્યાર્થીઓને તાલીમ

ડેસર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
વેજપુરની શાળામાં સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને રાખડીઓ બનાવતા  શિખવાડવામાં આવતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ થયા હતા. - Divya Bhaskar
વેજપુરની શાળામાં સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને રાખડીઓ બનાવતા શિખવાડવામાં આવતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ થયા હતા.
  • વિદ્યાર્થીઓને અવનવું શીખવા અને જાણવા મળતાં ખુશી છવાઈ હતી

વૈજનાથ વિદ્યાલય વેજપુરના વિદ્યાર્થીઓને રક્ષાબંધન તહેવાર પૂર્વે રાખડી કેવી રીતે બનાવી શકાય તે માટે શાળાના વિદ્યાર્થીઓને સુરક્ષા સેતુ સોસાયટી ડેસર પોલીસ અને પ્રાઈમ એજ્યુકેશન સંસ્થા આણંદના સંચાલક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી પ્રમોદ અમિન અને ખ્યાતિ અમિન દ્વારા એક રાખડી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા પ્રત્યે ઉમદા લાગણી વ્યક્ત કરી વિદ્યાર્થીઓને 15, 15ના ગ્રૂપમાં બેસાડીને રાખડીઓ બનાવવા અંગેનું ઊંડાણ પૂર્વકનું માર્ગદર્શન આપ્યું હતું.

રાખડીઓ બનાવવાની રીત શીખવામાં હાજર રહેલા વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઇ પોતાની જાતે રાખડીઓ બનાવવાનો અનુભવ કર્યો હતો. વિદ્યાર્થીઓની અંદર છૂપાયેલી સુષુપ્ત કલા શક્તિઓને બહાર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સાચી કેળવણી એ જ છે. જેમાં વ્યવસાયિક માર્ગદર્શન મળે ત્યારે લક્ષ્ય નાના મોટા વ્યવસાય તરફ દોરી જાય છે.

વિદ્યાર્થીઓને રાખડીઓ બનાવવાનું માર્ગદર્શન પુરુ પાડવા બદલ શાળાના આચાર્ય, શિક્ષકો દ્વારા આભાર માનવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને રાખડીઓ બનાવતા શીખવવાનો સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક રાકેશ રબારી, રશ્મિકા જોષી, દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાએથી વિદ્યાર્થીઓને અવનવું શીખવા અને જાણવા મળતા રીતસરની ખુશી છવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...