તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:ડેસરના મોટી વરનોલીથી ટ્રેક્ટર અને ટ્રોલીની ચોરી

ડેસર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ડેસર પોલીસે અજાણ્યા ચોરો સામે ફરિયાદ નોંધી
 • 15 દિવસમાં ડેસર બાદ બીજંુ ટ્રેક્ટર ટ્રોલી સાથે ચોરાયું

ડિસેમ્બરમાં ઠંડીએ જોર પકડતા ડેસર તાલુકામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો અને આ સપ્તાહમાં જ બીજી વખત મોટી વરનોલી ગામેથી એક ખેડૂતના ખેતરમાંથી ટ્રેક્ટર અને ટ્રોલી બંને મોડી રાત્રીએ અજાણ્યા તસ્કરો લઈ ભાગી છૂટ્યા હતા. ડેસર તાલુકાના મોટી વરનોલી ગામે રહેતા પૃથ્વીસિંહ રણજીતસિંહ રાઠોડ જેમનું ખેતર વરનોલી સ્ટેન્ડથી ગામ તરફ આવવાના માર્ગમાં નજીક આવેલ છે. જ્યાં તેમનું ગોડાઉન પણ બનાવેલ છે. ત્યાં તેમનું ટ્રેક્ટર, ટ્રોલી અને ખેતીલાયક સાધનો ત્યાં પડી રહેતા હોય છે. ત્યારે શિયાળાની કાતિલ ઠંડીનો પ્રારંભ થતાં જ તસ્કરોએ પોતાનો પરચો બતાવતા ગત મોડી રાત્રીએ ખેતરના ગોડાઉન પાસે પડેલ ટ્રોલી સાથે ટ્રેક્ટર ઉઠાવીને ભાગી છૂટ્યા હતા. ટ્રેક્ટરનો ડ્રાઈવર ગોડાઉનમાં અંદર સૂઈ રહ્યો હતો. પરંતુ ઠંડીના ચમકારામાં તેને ચોરીનો સહેજ પણ અણસાર તસ્કરોએ આવવા દીધો ન હતો.

સવારના અરસામાં ડ્રાઈવર ઉઠીને ગોડાઉનમાંથી બહાર આવ્યો ત્યારે ત્યાં ટ્રેક્ટર અને ટ્રોલી પડ્યા ન હતા. જેથી તુરંત તેને ખેતમાલિકને જઈને તમામ વાત કરતા તેઓ તુરંત પોતાના ખેતરે દોડી આવ્યા હતા. ત્યાં પોતાનું ટ્રેક્ટર હાજર ન જોતા તે ચોરાઈ ગયું હોય તેમ લાગતા તેઓએ બધાને આ બનાવની વાત કરતા તુરંત ગ્રામજનોએ આસપાસનો વિસ્તાર ખુંદી વળ્યા હતા. પરંતુ તે ક્યાંય જોવા મળ્યું ન હતું. ત્યારે ડેસર ખાતે આ એક સપ્તાહમાં તસ્કરો જાણે ટ્રેક્ટર સ્પેશિયાલીસ્ટ હોય તેમ આ 15 દિવસમાં ડેસર બાદ બીજુ ટ્રેક્ટર ટ્રોલી સાથે ચોરાયું હતું.

એક તરફ ડેસર પોલીસનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ રહેવા છતા પણ તસ્કરો એ બીજી વખત મોટી ચોરી કરી હાથફેરો કરી ભાગી છૂટતા કકડતી ઠંડીમાં પણ ડેસર ગામમાં ઘરઆંગણે પડેલ મારૂતિ વાનમાંથી આગળનું એક વ્હીલ ચોરી કરી ભાગી છૂટ્યા હતા. આ બાબતે ડેસર પોલીસને જાણ કરતા તેઓએ આસપાસના વિસ્તારમાં આવેલ સીસીટીવી ફૂટેજ ચેક કરવાની તજવીજ હાથ ધરી અજાણ્યા ચોરો સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો