ડેસર તાલુકામાં હોળીના પર્વની તૈયારીઓ વચ્ચે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. સતત ઊડતી ધૂળની ડમરીઓના કારણે હોળી પ્રગટાવવામાં ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વાતાવરણના કારણે ડેસરમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. સાંજે છ વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી તાલુકા વાસીઓને અંધારા ઉલેચવાની ફરજ પડી હતી. હોળીના અજવાળે હોળીની પરિક્રમા કરવી પડી હતી. છેલ્લા બે વર્ષ દરમિયાનથી ડેસર એમજીવીસીએલમાંથી સતત ત્રણ કલાક સુધી પુરવઠો ખોરવાયો ન હતો. તાલુકાવાસીઓ તહેવારના દિને અંધારપટ છવાતા હેરાન થઈ ગયા હતા.
જ્યારે વાલાવાવ ચોકડી ઉપર વાવાઝોડાના કારણે આજુબાજુની દુકાનોમાં ઉડતી ધૂળ ઘુસી જવા પામી હતી. જ્યારે આજે તા 7 માર્ચે પડતર દિવસે કેટલાક તાલુકા વાસીઓએ ધુળેટી રમી હતી. જ્યારે આજે ધુળેટી છે 24 કલાક વાહનોથી ધમધમતા રહેતા ડેસર સાવલી અને ઉદલપુરના માર્ગો હોળી ધુળેટીના પર્વના કારણે સુમસામ બન્યા હતા. મીની વાવાઝોડાના કારણે માર્ગો વર્ષોથી બંધ હોય તે રીતે કચરાનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.