ભજનની રમઝટ:જેવું ખાશો તેવો જ ઓડકાર આવશે : સંત વિક્રમ દાસ બાપુ

ડેસર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શ્રાદ્ધના છેલ્લા દિવસે જાંબુ ગોરબ ગ્રા. પં.ના ડેપ્યુટી સરપંચ દ્વારા ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો

ડેસર તાલુકાના બારીયાના મુવાડામાં નવરાત્રીના આગલા દિવસે શ્રાદ્ધના છેલ્લા દિને જાંબુ ગોરલ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ અર્જુનભાઈ ચૌહાણ દ્વારા રાખવામાં આવેલા ભજન સત્સંગમાં તાલુકાના મોટાભાગના અગ્રણી ગ્રામજનો ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને સત્સંગનો લ્હાવો લીધો હતો. પંચમહાલ ઘોઘંબાના પ્રખ્યાત સંત વિક્રમ દાસ મહારાજે હાજર ક્ષત્રિય સમાજને પોતાની સંતવાણીમાં જણાવ્યું હતું કે જેવું ખાસો તેવો જ ઓડકાર આવશે. હવે સમાજને જાગૃત થવાની તાતી જરૂરિયાત ઉભી થઈ છે.

તમારા સંતાનોને નહીં કેળવો તો તમારું નામ ભારતમાંથી ભૂંસાઈ જશે. ગાયમાતા ઉપર વિશેષ સમજાવતાં તેનું દૂધ આરોગો શરીર નિરોગી બની જશે અને સમાજમાં એકબીજાના ટાંટીયા ખેંચયા વગર સાથ સહકાર આપો અને મનુષ્યનું શરીર ભગવાનનો એક મોટો ચમત્કાર છે. બીજી જગ્યાઓ ઉપર ચમત્કારો ન શોધો તેની રચના અપરંપાર છે. માસ-મટનનો ત્યાગ કરો. તમે હિંદુ છો, હિન્દુ બનીને રહો. માંસ ખાવાવાળો પાંચ મણની બોરી એકસાથે ઉચી નથી કરી શકતો.

પરંતુ તમે ગાયનું દૂધ આરોગો પાંચ મણની બોરી ઉચકી શકશો. ગાયના દૂધમાં એટલી તાકાત છે. જ્યાં ને ત્યાં હોટલોમાં જમવા નહીં જવા ઉપર ભાર આપ્યો હતો. પોતાના સંતાનોને દારૂના રવાડે ચઢતા અટકાવી શકતા હોય તો તે માત્ર તેના માવતર છે. પરંતુ માબાપ જ સંતાનોને પાન-પડીકી, દારૂ જેવા વ્યંજનો લેવા મોકલતા હોય છે.

તે કારણથી સંતાનો પણ દારૂના રવાડે ચઢી જતા હોય છે. માસ મદિરાથી રજવાડા લૂંટાઈ ગયા છે. હવે તમારે પાછા વળવું જોઇએ. ભારત દેશમાંથી અંગ્રેજો ગયા પરંતુ આપણને બરબાદ કરવાના કેટલા સૂત્રો મૂકતા ગયા છે.માં ને બદલે મમ્મી, અને મમ્મી એટલે મળદુ, બાપની જગ્યા ડેડ અને ડેડ એટલે મૃત્યુ, ક્ષત્રિયોને સુધારવા અંગે સંતે ભાર પુર્વક આહ્વાન કર્યું હતું અને ભજનની રમઝટ બોલાવી હતી.

અન્ય સમાચારો પણ છે...