તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુસ્લિમ સમુદાયનો પવિત્ર રમઝાન માસ હાલ મધ્ય તબક્કામાં ચાલી રહ્યો છે. વિશ્વ ભરમાં કોરોના વાઇરસનો કહેર જોવા મળી રહ્યો છે. આપણા દેશમાં પણ હાલ લોકડાઉનની સ્થિતિ છે. તેવી પરિસ્થિતિમાં ડેસર તાલુકાના મુસ્લિમ વસ્તી ધરાવતા ગામો ડેસર, જાંબુ ગોરલ, વચ્છેસર, પાંડુ મેવાસના મુસ્લિમ બિરાદરો ઉચાટ ભર્યા માહોલ વચ્ચે રમજાનની ઉજવણી કરી રહ્યા છે. એક તરફ કોરોના જેવા રાક્ષસે એકાએક ચઢાઈ કરતા દુનિયા ભરમાં લોકડાઉનની સ્થિતિનું નિર્માણ થયું છે.
તેની અસર સંદર્ભે કેટલાક મુસ્લિમ બિરાદરો સાથે વાર્તાલાપ થકી જાણવા મળ્યું હતું કે, રમઝાનમાં ખાસ કરીને અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવીને કે લાવીને રોજો ઈફ્તાર કરવાનું ચલણ હોય છે. પણ તે બધી વસ્તુઓ પર આ વખતના રમઝાનમાં કાપ આવી ગયો છે. કારણ કે બહાર જવાતું નથી અને સ્થાનિક ઠેકાણે મળતું નથી અને કંઈક મળી પણ જાય તો તે ખુબજ મોંઘુ પડે છે. આર્થિક દ્રષ્ટિથી જોવા જઈએ તો બધાને પોસાય પણ નહીં. પહેલા રમઝાન માસ આવતા અગાઉ મુસ્લિમો પૈસાની સગવડ કરી લેતા હતા. પરંતુ આ વખતે રમઝાન પહેલાંથી જ લોકડાઉન હોવાથી મોટાભાગે ખિસ્સા ખાલી થઇ જવા પામ્યા હતા.
નમાજ પણ પોતાના ઘરોમાં યોગ્ય અંતર રાખીને અદા કરવામાં આવે છે
બીજી તરફ રમઝાન માસ દરમિયાન રોઝદાર મસ્જિદમાં આવી રોજા ઈફ્તાર કરતા હતા તેમાં મુસ્લિમ પરિવારો અવનવા જાતજાતના વ્યંજનો બનાવી મોકલતા હતા. પણ આ મહામારીના કારણે તંત્ર દ્વારા મસ્જિદોમાં માત્ર 4 વ્યક્તિ ઈબાદત કરી શકે તેવી પાબંધી લગાવતા કેટલાક ગરીબ રોજા રાખવાવાળાઓને મસ્જિદમાં ઈફ્તાર કરવાનો મોકો મળ્યો નહતો. જયારે ઇફ્તારી અને ઈબાદતમાં સોસીયલ ડિસ્ટન અને સરકારના દિશા નિર્દેશોનું પાલન કરી રહ્યા છે. જેમાં મુખ્યત્વે 7 વાગે ઈફ્તાર વખતે બંદગી દુઆ કરી છુટા છુટા બેસીને ખજૂર, ફળો, સરબત જેવી વિવિધ વાનગીઓથી ધોમ ધગતાં તડકાનો 15 કલ્લાકનો રોજો છોડે છે. દિવસ દરમિયાન પાંચ વખતની નમાજ પણ પોતાના ઘરોમાં યોગ્ય અંતર રાખીને અદા કરવામાં આવે છે.
લોકડાઉનના કારણે કોઈ એક પણ ફકીર ડેસર તાલુકામાં આવ્યા નથી
જયારે રમઝાનની વિશેષ નમાજ તરાવીહ નિયમ મુજબ પઢીને સમગ્ર વિશ્વમાં અને ખાસ કરીને વડોદરા જિલ્લા અને દેશમાંથી કોરોનાની મહામારી દૂર થાય તેવી વ્યક્તિગત દુવા-બંદગી કરવામાં આવે છે. કેટલાક જાગૃત મુસ્લિમો દ્વારા આ વખતે ઈદની નમાજમાં નવા કપડાં ખરીદવાનું ટાળીને એટલા જ રૂપિયા કોઈ ગરીબ જરૂરિયાત મંદને દાન આપવા જણાવતા હતા. દરેક રમઝાન માસ દરમિયાન મુસ્લિમો દાન દક્ષિણા આપતા હોય છે. તે લેવા માટે ગુજરાત ભરમાંથી હજારોની સંખ્યામાં ફકીરો ઘરે ઘરે ફરીને લઇ જાય છે. પરંતુ લોકડાઉનના કારણે કોઈ એક પણ ફકીર ડેસર તાલુકામાં આવ્યા નથી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.