કાર્યવાહી:ખાણ-ખનીજ વિભાગે ગેરકાયદે ખનન કરતા 10 વાહન ઝડપ્યાં

ડેસર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખાણ ખનીજ વિભાગે દરોડો પાડી 9 ડમ્પરો અને 1 લોડર કબજે કરી ડેસર પોલીસ મથકે મુકાયા હતા. - Divya Bhaskar
ખાણ ખનીજ વિભાગે દરોડો પાડી 9 ડમ્પરો અને 1 લોડર કબજે કરી ડેસર પોલીસ મથકે મુકાયા હતા.
  • ગુલાબપુરામાં રેતીની લીઝમાં ખનન થઈ રહ્યું હતું

વહેલી સવારે ડેસર તાલુકાના લહેરીપુરા પાસે આવેલા ગુલાબપુરા (પાટયો)માં છેલ્લા ઘણા સમયથી રેતી ખનન કરતા માફિયાઓને રંગે હાથે ઝડપવા માટે વડોદરા ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓ દ્વારા ટર્બો ડમ્પર લઈને ગેરકાયદેસર ચાલતી રેતીની લીઝમાં દરોડો પાડવા માટે પહોંચી ગયા હતા.

જાણ થતાં વેંત રેતી માફિયાઓ પોતાના વાહનો બિનવારસી હાલતમાં સ્થળ ઉપર મૂકી ડમ્પરોના માલિકો, ડ્રાઈવરો સહિત માફીયાઓ ફરાર થઈ ગયા હતા. ખાણ ખનીજ વિભાગના કર્મચારી માઈન્સ સુપરવાઇઝર બીપીન બી. કાછડીયા સહિત કર્મચારીઓએ સ્થળ ઉપરથી 9 ટર્બો ડમ્પરો અને 1 લોડર ઝડપી પાડ્યું હતું. 9 ડમ્પરો પૈકી 2 ડમ્પરોમાં રેતી ભરેલી હતી. જ્યારે 7 ડમ્પરો ખાલી પડેલા હતા. તેઓએ તમામ વાહનો જપ્ત કરીને ડેસર પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સોંપી દીધા હતા.

કેટલાક વાહનો બિનવારસી હાલતમાં ઝડપાયેલા હોવાથી વધુ વિગતે ખાણ-ખનીજ વિભાગે તપાસ આરંભી છે. ગુલાબપુરામાં વર્ષોથી રેતી ખનન થઈ રહ્યું છે. તે હકીકતથી ખાણ ખનીજ વિભાગ વાકેફ છે અને ડેસર તાલુકાના અન્ય ગામોમાંથી પણ ગેરકાયદેસર બિન્દાસ્ત રેતી કાઢીને જાહેર માર્ગો પરથી ટ્રેક્ટરો દ્વારા રેતીની હેરાફેરી થાય છે. સઘળી હકીકત ખાણ ખનીજ વિભાગ પણ જાણે છે. કારણ કે રેતીની હેરાફેરી કરવાવાળા કેટલાક રાજકારણમાં સક્રીય છે. તેથી તેઓ આંખ આડા કાન કરી રહ્યા છે.

સ્થાનિકોની વારંવાર રજૂઆતો છતાં ખાણ ખનીજ વિભાગે આજ દિન સુધી ગેરકાયદેસર ચાલતી રેતીની લીઝોમાં ફરકલું સુધા માર્યું નથી. પરંતુ જાણવા મળ્યા મુજબ રેતી માફિયાઓ પાસેથી વહીવટના મામલે વાંધા વચકા પડ્યા હોવાથી ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓ દ્વારા દરોડો પાડીને વાહનો જપ્ત કર્યા હતા. તેવુ ઠેર ઠેર લોક મુખે ચર્ચાએ જોર પકડયું છે.

અન્ય સમાચારો પણ છે...