આયોજન:ડેસર તાલુકાના છાલીયેરની દીકરીએ પ્રજ્ઞાપુરાણનું રસપાન કરાવ્યું

ડેસર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાયત્રી પરિવાર આયોજિત કાર્યક્રમમાં બાળકોએ નાટક રજૂ કર્યું
  • બેટી બચાવો અને દહેજ પ્રથા નાબૂદી અંગે સમાજને વિસ્તૃત જાણકારી અપાઈ

ડેસર તાલુકાના છાલીયેરમાં ગાયત્રી પરિવાર તરફથી યુગ નિર્માણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 14 મેથી 16 મે સુધી પ્રજ્ઞા પુરાણ કથાનું આયોજન કરાયું હતું. તેના ભાગરૂપે 14 મેના રોજ છાલિયેરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ગામના ચોતરે મોટી સંખ્યામાં ભેગા થઇ ગરબાનું આયોજન પણ કરાયું હતું.

જ્યારે ક્ષેમ કલ્યાણી માતાજીના મંદિરે પ્રજ્ઞા પુરાણ કથા રાખવામાં આવી હતી. તેમાં વ્યાસપીઠના વક્તા પ્રજ્ઞા પુત્રી રીન્કુબા દિપકસિહ વિરપુરા દ્વારા સંગીત મય વાતાવરણમાં કથાનું રસપાન કરાવ્યું હતું. સાથે સાથે પરિવાર નિર્માણ બાળ સંસ્કાર અને વ્યસન મુક્તિ અંગે બાળકો દ્વારા નાટક યોજીને ગ્રામજનોને સમજાવવામાં આવ્યા હતા.

બેટી બચાવો અને દહેજ પ્રથા નાબૂદી વિશે પણ સમાજને વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. જ્યારે ઉલ્લેખનીય બાબત એ છે કે છાલીયેર ગામની દીકરી અને ગામની જ વહુ દ્વારા આ કથાનું રસપાન કરાવ્યું હોવાથી પરિવારજનો અને ગ્રામજનોમાં અતિ ઉત્સાહ જણાયો હતો.

અન્ય સમાચારો પણ છે...