ઘર પાસે બેઠેલા હારેલા ઉમેદવારના ટેકેદારે રાહદારી મતદાર સાથે ચૂંટણીમાં મત નહોતો આપ્યો. તેવી કોમેન્ટથી મામલો બિચકયો અને ગામમાં ધીંગાણું સર્જાયું હતું. ડેસર પોલીસે સામ સામે 8 વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ડેસર તાલુકાના ભિલાના મુવાડા ગામે ગઈ ગ્રામ પંચાયતોની ચૂંટણી બાબતે ગતરોજ રાત્રે 9 વાગે ગોકુળભાઈ સોલંકી અને કુટુંબીજનો પોતાના ઘર પાસે બેઠા હતા.
તે દરમિયાન ગામના સંજય કુમાર કેસરી સોલંકી અને સંજયભાઈ સામતભાઈ સોલંકી માર્ગ ઉપરથી ગામમાં આવતા હતા. તે વખતે ગોકુળભાઈએ જણાવ્યું કે તમે ગઈ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં અમારા ઉમેદવારને મત ન આપતા તે હારી ગયો હતો. તમે આપણા માણસો થઈને આવું ના કરવું જોઈએ. તે વખતે સંજય સોલંકીએ જણાવેલ કે અમે ગમે તેને મત આપીએ તેમાં તમારે શું લેવાદેવા છે.
તમારે મત બાબતે અમોને કંઈ કહેવું નહીં. તેવી સામાન્ય વાર્તાલાપથી મામલો બિચક્યો હતો અને સામસામે ગાળાગાળી ઉપરાંત ઉશ્કેરાયેલા સંજય સોલંકી, ધર્મેન્દ્ર સોલંકી, પંકજ સોલંકીએ લાકડીઓ લઈને આવી પર્વત સોલંકીને માથાના ભાગે લાકડી ફટકારી દીધી હતી. જ્યારે પંકજ સોલંકીએ વિક્રમ સોલંકીને છાતીના ભાગે લાકડી ફટકારી હતી. આ અંગે સામસામે ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે આઠ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.