સર્વેની કામગીરી પૂર્ણ:ડેસર તાલુકામાં કોવિડ રસીકરણ અંગે સર્વેની કામગીરી પૂર્ણ થઈ

ડેસરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકામાં 82 ટીમો દ્વારા ડોર ટુ ડોર સર્વે કરાયો

જિલ્લાભરમાં ચાલી રહેલા ત્રણ દિવસના ડોર-ટુ-ડોર રસીકરણ અંગેની કામગીરી તારીખ 13 ડિસેમ્બરે પૂર્ણ કરાઇ હતી. 14 ડિસેમ્બરે ડેટા એન્ટ્રી સાથે યાદી સરકારને મોકલી દેવામાં આવી હતી.50 વર્ષથી વધુ ઉંમર ધરાવતા તાલુકાવાસીઓ અને તેનાથી ઓછી ઉંમરના કોમોબિડિટી ધરાવતા નાગરિકોના સરનામા અને ફોન નંબર સાથેના ડેટાબેઝ તૈયાર કરવા માટે તાલુકા મામલતદારના માર્ગદર્શન હેઠળ ડેસર તાલુકામાં 82 ટીમો દ્વારા 10 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર સુધી ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

તેમાં ફોર્મેટ- 1માં 50 વર્ષથી ઓછી ઉંમરવાળા અને કેન્સર, અવયવ ટ્રાન્સપ્લાન્ટ, કિડનીના રોગો, હૃદયના રોગો, પેલેસેમિયા, એનીમિયા અને એચઆઈવી માનસિક રોગો જેવા નાગરિકોની સંખ્યા તાલુકામાં સ્ત્રી - 31, પુરુષ - 44 સાથે કુલ - 75 જોવા મળી હતી. જ્યારે ફોર્મેટ- 2મા 50 વર્ષથી વધુ ઉંમર ધરાવતા સ્ત્રી - 8330 અને પુરુષ - 7248 સાથે કુલ -15578 થવા પામી હતી. રસીકરણ સર્વે 13 ડિસેમ્બરે પૂર્ણ કરાયું હતું. સર્વે દરમિયાન ડેસર તાલુકાના છેવાડાના નાના ગામડાંઓમાં ગ્રામજનો દ્વારા શિક્ષકો અને તલાટીઓને કોરોના રસીકરણ અંગે જાતજાતના સવાલો પણ ગ્રામજનોએ પૂછ્યા હતા. તેમાં કેટલાક ગ્રામજનો રસીની કોઈ આડઅસર તો નહીં થાય ને? તો કેટલાક કોરોના મહામારીનો નાસ થાય તે માટે રસીકરણ માટે ઉત્સાહીત દેખાયા હતા.

અન્ય સમાચારો પણ છે...