તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સાવલી તાલુકાની સગીરાનું પિતરાઈ દ્વારા કામ કરવાને બહાને અપહરણ

ડેસરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તમારી દીકરીને મારા ઘરે કામકાજ માટે મોકલો કહી લઇ ગયા હતા

ડેસર પોલીસ મથકની હદમાં આવતા સાવલી તાલુકાના ગામની સગીર વયની કન્યાને તેના કુટુંબીજન કામ કરાવવાના બહાને અપહરણ કરી જતાં સગીરાની માતાએ ડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સાવલી તાલુકાના ગામમાં રહેતા સોમાભાઈ છગનભાઈ માળીના ઘરે ગત 8મી જૂને તેઓની પત્નીના કાકાનો દીકરો સંજય ઉકેડભાઈ માળી અને તેની પત્ની અનિતાબેન મહેમાન બનીને તેઓની ઘરે આવ્યા હતા.

એક દિવસનું રોકાણ કરી બપોર પછી પોતાના ઘરે પાછા જતી વખતે તેમણે જણાવેલ કે તમારી દીકરીને મારે ઘરે કામકાજ માટે મોકલો. તેથી સગીરાની માતાએ તેના કાકાના દીકરા સાથે તેમની દીકરીને ચાર પાંચ દિવસ માટે વિશ્વાસથી મોકલી હતી. ત્યાર પછી મોડી સાંજે તેમણે તેના કાકાના દીકરા સંજયને ફોન કર્યો હતો પરંતુ તેનો ફોન બંધ આવતો હતો. સગીરાની માતાએ ગભરાઈને બીજા દિવસે તેના ઘરે જઈ તપાસ કરતાં બંને પતિ-પત્ની ઘરે હાજર મળ્યા ન હતા.

તેના ભાઈ દિનેશને પૂછતાં જાણવા મળ્યું હતું કે સંજય મારો પણ મોબાઈલ લઈ ગયો છે તેથી તે નંબર પર ફોન કરતાં તે પણ બંધ આવતાં કોઇપણ જાતનો સંપર્ક થયો ન હતો. સગીરાની માતાએ તેના સગા વ્હાલાઓને ત્યાં પણ તપાસ કરતા તે મળી ન આવતાં આખરે ડેસર પોલીસ મથકે સંજય અને તેની પત્ની અનીતા સામે દીકરીના અપહરણ કર્યાની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તેઓની સામે વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...