આવેદન:રેવન્યુ તલાટીઓ પોતાના ગામના સેજા પર હાજર રહે તેવી માગ

ડેસર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડેસર જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચો દ્વારા મામલતદારને આવેદન
  • ગ્રામ પંચાયતની રેવન્યુની કામગીરી ખોરંભે પડતાં ગ્રામજનોની મુશ્કેલી વધી

ડેસર તાલુકાની ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓ પોતાના પડતર પ્રશ્નો અંગે અસહકાર આંદોલન પર ઉતરતા પંચાયતની કામગીરીઓ ખોરંભે પડી છે. ત્યારે રેવન્યુ તલાટીઓ પોતાના ગામના સેજા પર હાજર રહે તે માટે જિલ્લા - તાલુકા પંચાયત સદસ્યો અને સરપંચો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ફરજ બજાવતા તમામ તલાટીઓ પોતાના પડતર પ્રશ્નો અંગે રાજ્ય - જિલ્લા તલાટી મંડળની સૂચનાથી સરકાર સામે લડત ચલાવી રહ્યા છે.

પણ તેનો યોગ્ય નિકાલ ન આવતા તમામ તલાટીઓ 1 ઓક્ટોબરથી અસહકાર આંદોલન પર ઊતરી ગયા છે. અને રેવન્યુને લગતી તમામ કામગીરીઓ જેવી કે પેઢીનામું, જાતિ આવકના દાખલા, 135 ડીની નોટીસ, જન્મ-મરણના દાખલા, રેશનકાર્ડની કામગીરી, વિધવા સહાય, વૃદ્ધા સહાય, વય વંદના, બીપીએલના દાખલા, જેવી કામગીરી તેઓએ બંધ કરી દીધી છે.

ગ્રામ પંચાયતની રેવન્યુ અને ઓનલાઇન કામગીરીઓ ખોરંભે પડી હોવાથી ગામડાના ગ્રામજનોને ખૂબ જ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. તેથી તાલુકા પંચાયત સદસ્યો જિલ્લા પંચાયત સદસ્યો સહિત સરપંચો દ્વારા રેવન્યુ તલાટીઓ પોતાના ગામના સેજા ઉપર હાજર રહે તે માટે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...