ભાસ્કર વિશેષ:વરસડામાં લિમ્બચ માતાના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ડેસરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમાજના અગ્રણીઓ, અન્ય સમાજના શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા

ડેસર તાલુકાના વરસડા ખાતે પારેખ સમાજની કુળદેવી લિમ્બચ માતાનું નવિન મંદિર નિર્માણ કરવામાં આવ્યું હતું. પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા ગતરોજ તા 20મી મેના દિવસે કરવામાં આવી હતી. સતત બે દિવસથી ચાલતા આ કાર્યક્રમમાં 19 મે ગુરુવારે સાંજે લીમ્બચ માતાજીની પ્રતિમાની શોભાયાત્રા વરસડા નગરની ગલીઓમાં અતિ ઉત્સાહ પૂર્વક કાઢવામાં આવી હતી.

શોભાયાત્રા ડેસર, વરસડા, વાલાવાવ, રાજુપુરા વેજપુર, લીમડી, કાલોલ હાલોલ સહિતના પારેખ (વાળંદ) સમાજના અગ્રણીઓ અને અન્ય સમાજના શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા. જ્યારે રાત્રે 9 વાગે રાસ-ગરબાનું આયોજન કરાયું હતું. તેમાં ફિલ્મી ગાયક શશી પારેખ અને તેઓના ગ્રૂપે રમઝટ જમાવતા હાજર શ્રધ્ધાળુઓ મંત્રમુગ્ધ બન્યા હતા. જ્યારે 20 મે શુક્રવારે સવારે 8 કલાકે લીમ્બચ માતાજીની પૂજા અર્ચના કરીને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને મહાયજ્ઞ યોજાયો હતો. જેનુ સમાપન સાંજે 5 કલાકે શ્રીફળ હોમી કરવામાં આવ્યું હતું. તે દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહીને દર્શન ઉપરાંત મહાપ્રસાદીનો લાભ લીધો હતો.

રાત્રે 9 કલાકે લોક ડાયરો રાખવામાં આવ્યો હતો. તેમા જીતુભાઈ લીમ્બચીયા અને કાજલ બુધેલીયા પોતાની આગવી અદામાં ડાયરાની રમઝટ જમાવી હાજર તાલુકાવાસીઓ ઉપરાંત મોધેરા મહેમાનોને ડોલાવી દીધા હતા. પારેખ સમાજના ધાર્મિક પ્રસંગે સાવલી ધારાસભ્ય કેતન ઇનામદાર મુખ્ય મહેમાન તરીકે ખાસ હાજર રહ્યી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...