દુર્ઘટના:પિપરછટના ગોડાઉનમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી: એફ.એસ.એલ

ડેસર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગમાં 14 દાઝ્યા હતા: FSL ટીમે બળેલા પૂળા અને તમાકુના નમૂના લીધા

18 નવેમ્બરે રાત્રે 10:30 વાગ્યે ડેસરના પિપરછટ ગામે ગોડાઉનમાં આગની ઘટના બની હતી. તેમાં આગ ઓલવવા જતાં ગ્રામજનો પૈકી 14 જણા દાઝી ગયા હતા. તેની જાણવાજોગ ફરિયાદ ડેસર પોલીસ મથકે નોંધાઈ હતી. પોલીસે આગ કેવી રીતે લાગી તેની ઝીણવટભરી તપાસના ભાગરૂપે એફ.એસ.એલ.ની મદદ માંગતા તા. 20 નવેમ્બરે બપોરે એફએસએલની ટીમ પિપરછટ ગામે રૂબરૂ આવી જાત તપાસ કરીને બળેલા ઘાસના પૂડા અને બળેલી તમાકુના નમૂના લીધા હતા.

એફ.એસ.એલ.ના કર્મચારી દ્વારા ઈલેક્ટ્રીક વાયર અને સર સામાન જોતા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગ લાગ્યા બાદ ગોડાઉનમાં પડેલો 19 કિલો ગેસનો બોટલ બ્લાસ્ટ થયો હતો. આગ ઓલવવામાં મદદ કરતા 14 ગ્રામજનો દાજી ગયા હતા. જરૂર પડ્યેથી બળેલા ઈલેક્ટ્રીક વાયરોને સુરતની લેબમાં તપાસ અર્થે મોકલાશે. તેવો રિપોર્ટ ડેસર પીએસઆઈ આર.બી વાઘેલાને સુપ્રત કર્યો હતો. ગોડાઉનમાં રાખેલા ઘાસના પૂળા, તમાકુ સહિત ઈલેક્ટ્રીક વાયર સ્વીચો પ્લાસ્ટિકની ખુરશીઓ ઉપરાંત સરસામાન ખાખ થઇ જવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...