ડેસર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તા. 7 ઓગસ્ટ સાંજે ગુજરાત વિકાસ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીના લાઈવ કાર્યક્રમ નિહાળ્યા બાદ સીએચસીમાં હાજર રહેલા અગ્રણી સ્થાનિક નેતા ગણનું આરોગ્ય અધિકારી સહિત કર્મચારીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
કોરોનાની બે લહેરો દ્વારા આપણને ઘણું બધું શીખવા મળ્યું છે. ત્યારે ત્રીજી લહેરના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ ઓક્સિજન પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ઓક્સિજન પ્લાન્ટની ક્ષમતા 165 લીટર પ્રતિ મિનિટ છે. ડેસર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના દર્દીઓ માટે 30 બેડ માટેનું ઓક્સિજન તૈયાર કરવામાં આવશે અને કોરોનાની ત્રીજી લહેર સામે લડવા માટે ડેસરના તમામ આરોગ્ય કર્મચારીઓ ખડેપગે તૈયારી કરીને બેઠા છે.
ડેસર તાલુકા પંચાયતના પ્રમુખ નીરૂબેન વસાવા દ્વારા ઉદ્ઘાટન કરાયું હતું તેમાં ભાજપ સંગઠન પ્રમુખ નરેન્દ્રસિંહ રાઉલજી, ડેસર સરપંચ દલપતસિંહ પરમાર, તાલુકા પંચાયત ઉપપ્રમુખ રાજદીપસિહ પરમાર, જિલ્લા પંચાયત સદસ્ય રણજીતસિંહ પરમાર, અને અગ્રણી કાર્યકરો સહિત આરોગ્ય અધિકારી ડો. એસ એસ ખાન, આરોગ્ય કેન્દ્ર સુપ્રિટેન્ડન્ટ અને કર્મચારી ગણ ખાસ હાજર રહ્યા હતા. હાજર રહેલા મહાનુભાવો દ્વારા હોસ્પિટલની વિવિધ જાણકારી પણ મેળવી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.