કોરોના ઇફેક્ટ / વિધાર્થીઓને વર્ચ્યુઅલ ક્લાસ દ્વારા અપાતું ઓનલાઈન  શિક્ષણ

Online education provided to students through virtual classes
X
Online education provided to students through virtual classes

  • ડેસર તાલુકાની 97 પ્રા. શાળાઓમાંથી 123 શિક્ષકો દ્વારા અપાતું ઓનલાઈન

દિવ્ય ભાસ્કર

Jun 22, 2020, 04:00 AM IST

ડેસર. સમગ્ર વિશ્વને અને દેશ ભરને કોરોના વાઇરસે પોતાના ભરડામાં લીધો છે. ત્યારે મહામારી વચ્ચે છેલ્લાં કેટલાય સમયથી પ્રાથમિક શાળાઓ બંધ હોવાથી શિક્ષણ મેળવવા ઇચ્છતા બાળકોનું ભાવિ ખરાબ ના થાય અને ઘરે સુરક્ષિત રહીને વાલીની નજરો હેઠળ શિક્ષણ મેળવી શકે તે આશયથી રાજ્ય સરકારે અને શિક્ષણ વિભાગે પોતાની ખાસ પહેલ દ્વારા બાળકોને શિક્ષણ આપવા માટે ટેક્નોસેવી શિક્ષકો અને માઈક્રોસોફ્ટ ટિમ સોફ્ટવેર દ્વારા બાળકોને વર્ચ્યુલ ક્લાસના માધ્યમથી શિક્ષણ આપવાની વ્યવસ્થા કરી છે. તે અંતર્ગત 15 જૂનથી ટેક્નોસેવી શિક્ષકોના માધ્યમથી ધો. 3થી 8ના બાળકોને ડિજિટલ શિક્ષણ આપવાની શુભ શરૂઆત કરી છે. 

ડેસર તાલુકાની 97 પ્રાથમિક શાળાઓમાંથી કુલ 123 શિક્ષકો હાલ સફળતાપૂર્વક શિક્ષણ આપી રહ્યા છે. ઉપરોક્ત શિક્ષકોને રાજકક્ષાએથી અને બીઆરસી, સીઆરસી તરફથી માઈક્રોસોફ્ટ ટીમ્સ અને વર્ચ્યુલ ક્લાસની સમજ અને ટેક્નોસેવી તાલીમ આપવામાં આવી હતી. ડેસર તાલુકાની 97 પ્રાથમિક શાળાઓમાં કુલ 378 શિક્ષકો અને 8756 બાળકો છે. તેમાં 123 ટેક્નોસેવી શિક્ષકો દ્વારા 3618 બાળકોને વર્ચ્યુલ ક્લાસ દ્વારા ઓનલાઇન અભ્યાસ કરાવવાની શરૂઆત કરાઈ છે.

બાકીના 5138 બાળકોમાંથી કેટલાક દૂરદર્શનના માધ્યમથી અને શિક્ષકો દ્વારા અપાયેલ પુસ્તક “ઘરેથી શીખીએ’ દ્વારા અભ્યાસ કરી રહ્યા છે. તેઓને પણ શિક્ષકો સતત માર્ગ દર્શન આપી રહ્યા છે. પરંતુ ગ્રામ્ય કક્ષાએ કેટલાક મહેનતકશ વર્ગના બાળકોના વાલીઓને શિક્ષકો દ્વારા ફોન કરી પૂછતાં તેઓને ખબર ના હોય છતાંય મારો દીકરો ઘરે અભ્યાસ કરે છે. તેવું શિક્ષકોને જણાવી દે છે. તેઓને ઘરનું ભરણપોષણ કરવાની ફિકર ચિંતા હોય છે. બાળક ઘરે ભણવા બેઠો છે કે નહીં તેની જરાક પણ ખબર હોતી નથી. તેવા વાલીઓના બાળકોને ઓનલાઇન અભ્યાસથી કઈ પણ પ્રાપ્ત થવાનું નથી. તેવું તાલુકાવાસીઓ જણાવી રહ્યા છે. જયારે તાલુકામાં ઓનલાઇન શિક્ષણ આપવાની પ્રક્રિયા શરૂ થતા જાગૃત નાગરિકોમાં ખરેખર ખુશીનો માહોલ સર્જાયો હતો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી