તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરણી:ડેસર વેપારી એસોસિએશનના પ્રમુખ સહિત નવા હોદ્દેદારોની વરણી કરાઈ

ડેસર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બે મહિના ઉપરાંતથી એસોસિએશન વિખરાઈ ગયું હતું

કોરોના મહામારીમાં સતત લોકડાઉનનો ભોગ બનેલા ડેસરના વેપારીઓ દ્વારા અવાર-નવાર બજારો બંધ રાખી પોતાનો ધંધો રોજગાર ગુમાવી બેઠા હતા. વારંવાર દુકાનો બંધ રાખવાના કારણે ગામડામાંથી આવતા ગ્રાહકો પણ ખરીદી કરવા બીજા ગામોમાં વળી ગયા હોવાથી વેપારીઓની અવદશા થવા પામી હતી. તેવામા કેટલાક વેપારીઓ પોતાની દુકાનો ચોરી છૂપી રીતે ખુલ્લી રાખી વેચાણ કરતા હતા. તેવા અનેક વાદવિવાદો ડેસર વેપારી એસોસીએશનમાં સર્જાતાં પ્રમુખ ગૌતમ માહેશ્વરીએ એસોસિએશનમાંથી રાજીનામું આપી દીધું હતું.

બે મહિના જેટલા સમયથી વિખરાયેલું વેપારી એસોસીએશનની સોમવારે ડેસર એપીએમસી ખાતે એક બેઠક બોલાવાઇ હતી. તેમાં 60 જેટલા વેપારીઓ હાજર રહ્યા હતા અને સર્વાનુમતે નવા માળખાની રચના કરવામાં આવી હતી. પ્રમુખ તરીકે પુનઃ ગૌતમ મહેશ્વરી, ઉપ પ્રમુખ રમેશભાઇ તેજવાણી, મંત્રી રતિલાલ પરમાર, અને આકાશ રાણા, સુરેશ દલવાડી, ભરત શાહ, સૈફીભાઈ વોહરા, મીહીર રાણાની વેપારી મંડળના સભ્યો તરીકે વરણી કરવામાં આવી હતી. બેઠકમાં હાજર વેપારીઓએ સૌ હોદ્દેદારોને ફૂલહારથી સન્માન કરી વધાવી લીધા હતા. બેઠક દરમિયાન ડેસર વેપારી એસોસિએશનના પ્રમુખ દ્વારા દર પૂનમે બજારો સંપૂર્ણ બંધ પાડશે તેવી જાહેરાત પણ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો