ગરમીનો પ્રકોપ:ડેસર તાલુકામાં તાપમાનનો પારો 45ડિગ્રી પર પહોંચ્યો : દિવસભર માર્ગો પર સન્નાટો

ડેસર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બુધવારે વહેલી સવારથી આકાશમાંથી અગનગોળા વરસતાં લોકો ત્રાહિમામ
  • માનવી સાથે અબુલ પશુ પક્ષીઓની હાલત કફોડી થઇ

ગરમીનો પારો દિન-પ્રતિદિન વધતો હોવાથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. બપોરે 12 વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા ‌સુધી તાલુકાના બજારોમાં સન્નાટો છવાયો હતો. બપોર થતાં વેંત ભઠ્ઠીની જેમ વાતાવરણ ગરમ થયું હતું. કાળઝાળ ગરમીના કારણે ડેસર તાલુકા વાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સતત ગરમીનો પારો ઊંચે જઇ રહ્યો હોવાથી પ્રજા આકુળ વ્યાકુળ બની હતી. બપોરે 12 વાગ્યે 39 ડિગ્રી, 2 વાગ્યે 43 ડિગ્રી, જ્યારે બપોરે 3 વાગે 44 ડિગ્રી અને સાંજે 4 વાગતા સુધીમાં 46 ડિગ્રી નોંધાતાં માર્ગો, બજારો, અને શેરીઓ સુમસામ બની હતી.

પંખાની હવા પણ દુશ્મન જેવી લાગતી હતી. ગામડાઓના ગ્રામજનો મોટેભાગે વૃક્ષના સહારે જોવા મળ્યા હતા. તાપમાનનો પારો જેમ જેમ વધતો હતો તેમ સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાને આપણા વિસ્તારની ગરમીનું તાપમાન આજે 46 ડિગ્રી છે તેવા મેસેજનો મારો ચાલ્યો હતો. ઘરની બહાર પાપડ મૂકો તો પણ શેકાઈ જાય તેટલી હદે ગરમીનો આજે તા. 11મેના રોજ તાલુકા વાસીઓ એ અહેસાસ કર્યો હતો.

ર્યનારાયણ આકાશમાંથી રીતસરના તાલુકા ઉપર અગનગોળા વરસાવી રહ્યા હતા. સાંઢાસાલ, વાલાવાવ,ઉદલપુર, ડેસર સહિતના ગ્રાહકોથી ભરચક રહેતા બજારોમાં માત્ર અસહ્ય ગરમીના કારણે સન્નાટો છવાયો હતો અને કરફ્યૂ જેવો માહોલ જોવા મળ્યો હતો. તાપમાનનો પારો વધી ગયો હોવાથી લોકોએ ઘરમાં રહેવું યોગ્ય માન્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...