તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્સાહનો માહોલ:સૈનિકમાં મહેશસિંહ 17 વર્ષ ફરજ બજાવી વતન આવ્યાં, 1999માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધથી પ્રેરણા લઇ સૈનિકમાં જોડાયા હતા

ડેસરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
મહેશ ચૌહાણ સૈનિકમા ફરજ પુરી કરી ઘરે પરત ફર્યા. - Divya Bhaskar
મહેશ ચૌહાણ સૈનિકમા ફરજ પુરી કરી ઘરે પરત ફર્યા.
 • ડેસરના રાજુપુરામાં ઉત્સાહનો માહોલ, મહેશસિંહએ પ્રથમ વખત જબલપુરમાં ટ્રેનિંગ લીધી હતી

ડેસરના રાજુપુરા કૈલાસ આશ્રમમાં ભણતો વિદ્યાર્થી મહેશ પ્રતાપસિંહ ચૌહાણ દેશસેવા કરી વતન વાપસી થતાં નાનકડા ગામમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો. જ્યારે હિન્દુસ્તાન પાકિસ્તાન વચ્ચે કારગિલ યુદ્ધના મંડાણ શરૂ થઈ ગયા હતા ત્યારે આવા કપરા સમયે તાલુકાના નાનકડા ગામ રાજુપુરાના પ્રતાપસિંહ શંકરસિંહ ચૌહાણના પુત્ર મહેશસિંહ ચૌહાણે પ્રેરણા લીધી હતી કે ગમે તેમ થઈ જાય હું સૈનિકમાં જોડાઈશ અને આપણા દેશ ખાતર લડીશ.

મહેશ ચૌહાણ સૈનિકમા ફરજ પુરી કરી ઘરે પરત ફર્યા.
મહેશ ચૌહાણ સૈનિકમા ફરજ પુરી કરી ઘરે પરત ફર્યા.

મક્કમ મનોબળ સાથે તે દિશામાં પ્રયત્નો શરૂ કરી ઓક્ટોબર 2003માં ગોધરા ખાતે રાખવામાં આવેલી મિલેટરીની ભરતીમાં ગયા હતા પરંતુ કોઇ કારણોસર તેનું પરિણામ લેટ થયું હતું. મહેશસિંહને સૈનિકમાં જોડાવાની ખૂબ જ તાલાવેલી હતી. પરિણામની રાહ જોયા વગર ડિસેમ્બર 2003માં અમદાવાદ ખાતે રાખવામાં આવેલી ભરતીમાં ગયા હતા સદનસીબે બંને જગ્યાની ભરતીના પરિણામ તેઓ માટે પોઝિટિવ આવતાં તેઓ સૈનિકમાં જોડાયા હતા. મહેશસિંહ પ્રથમ વખત મધ્યપ્રદેશના જબલપુરમાં ટ્રેનિંગ શરૂ કરી હતી. જલ્દીથી ટ્રેનિંગ પ્રક્રિયા પૂર્ણ કરી પહેલું પોસ્ટિંગ અરુણાચલ પ્રદેશના ટેંગા ખાતે કરવામાં આવ્યું હતું. પંજાબના પઠાણકોટ ખાતે બીજું પોસ્ટિંગ થયું હતું.

ત્યારબાદ જમ્મુ-કાશ્મીરના ઉડી સેક્ટર ખાતે મુકાયા હતા ત્યારે મહેશસિંહને ખૂબ જ કડવા અનુભવો થયા હતા. ગાંધીનગર ખાતે ત્રણ વર્ષ ફરજ બજાવી ત્યારે તેમના ધર્મ પત્ની અને બાળકો સાથે રહેવાનો મોકો મળ્યો હતો. 17 વર્ષની ફરજ દરમિયાન 14 વર્ષ કુટુંબ કબીલાથી અળગા રહેવાનો વારો આવ્યો હતો. ત્યાંથી આસામના જોરાહર ખાતે ફરજ બજાવી પૂના સર્વિસ પૂર્ણ થતાં માદરે વતન ડેસરના રાજુપુરા ખાતે આવી પહોંચતા ભવ્ય સરઘસ કાઢી પોતાના ઘરે લાવી ગ્રામજનોને ભંડારો રાખી પરિવારે જમાડ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો