ડેસર તાલુકાના જાંબુગોરલ વિસ્તારમાં વારંવાર નર્મદાની માઇનોર કેનાલોમાં ગાબડા પડવાની ઘટનાઓ બનતી હોય છે. ગત તારીખ12મી ડિસેમ્બરે નર્મદાની માઇનોર કેનાલના પ્રમુખ મંત્રીએ ખેડૂતો પાસેથી પૈસા ઉઘરાવીને નર્મદાની માઇનોર કેનાલમાં ઊગી નીકળેલા ઝાડી ઝાંખરોની સત્વરે સાફ-સફાઈ કરાવાઈ હતી.
માઇનોર કેનાલમાં પાણી વહે તો નાના ખેડૂતોને લાભ મળે સાફ-સફાઈ કરાવીને માઇનર કેનાલમાં પાણી ચાલુ કરાવાયું, ત્યારે કેનાલમાં ગાબડું પડ્યું હતું. ખેડૂતો ઉપયોગમાં લે તે પહેલા હજારો ગેલન પાણી કોતરમાં વહી રહ્યું છે. નર્મદા કેનાલના કર્મચારીઓ કેનાલ પર આટો ફેરો મારવા પણ આવતા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.