તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ડેસર તાલુકાની જિલ્લા પંચાયતની 2 બેઠકો શિહોરા અને ડેસરમાં કુલ 8 ઉમેદવારો મેદાને છે. તેમાં ડેસર બેઠક ઉપર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામશે. જ્યારે સિહોરા બેઠક ઉપર અપક્ષ સાથે કુલ 5 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે.જ્યારે ડેસર તાલુકા પંચાયતની 16 બેઠકો ઉપર કુલ 47 ઉમેદવારો સામસામે છે. તેમાં 16 ઉમેદવારો કોંગ્રેસ 16 ભાજપ અને 6 આમ આદમી પાર્ટીના છે. જ્યારે 9 અપક્ષ ઉમેદવારો ચૂંટણી જંગમાં સામેલ થયા છે.
તા. 15 ફેબ્રુઆરીના રોજ ડેસર તાલુકા સેવાસદન ખાતે ઉમેદવારોની ફોર્મ ચકાસણી કરાઈ હતી. તેમાં ઈટવાડ તાલુકા પંચાયતની બેઠક ઉપર એક અપક્ષ ઉમેદવારનું ફોર્મ ત્રણ સંતાન હોવાથી નામંજુર કરવામાં આવ્યું હતું. જ્યારે મેરાકુવા તાલુકા પંચાયતની બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મણીબેન પરમારના ટેકેદાર મનહરભાઇ રાઠોડે પોતાનો ટેકો પરત ખેંચવા માટે સોગંદનામું રજૂ કરતા ઓહાપો સર્જાયો હતો. ફરજ પરના ચૂંટણી અધિકારીએ સાંજે 5 વાગ્યે તે માટે સુનવણી રાખી હતી.
તેમાં ઉમેદવારની ઉમેદવારી ચાલુ રાખવા મોડી સાંજે નિર્ણય લેવાયો હતો. વાયુ વેગે વાતો જિલ્લા કક્ષાએ પહોંચતા વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને માજી ધારાસભ્ય ડેસર તાલુકા સેવાસદને દોડી આવ્યા હતા. સામસામે વકીલોની દલીલો બાદ મોડી સાંજે નિર્ણય લેવાયો હતો. 15મી તારીખ ડેસર તાલુકા સેવા સદને મેરાકુવા તાલુકા પંચાયતની બેઠક ટોક ઓફ ધ ટાઉન બની હતી. સોગંદનામું રજૂ થતાં ભાજપ પક્ષના કાર્યકરો ગેલમાં આવી ગયા હતા. પરંતુ સાંજે સ્થીતી જેસેથે થવા પામી હતી. કાર્યકરોના ધાડેધાડા ઉમટી પડતાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી ડેસર પોલીસ મથકના પીએસઆઈ આર.બી વાઘેલાએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.