તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દહેશત:ક્વોરીની લીઝો દ્વારા મહી નદીમાં થતું ગેરકાયદે માટી પુરાણ, સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા ક્વોરી હોલ્ડરો ને મૌખિક રજૂઆત

ડેસર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
કાચો માલ માટી મહોરમ નદીની બહાર કાઢવાને બદલે નદીના વિશાળ પટનું પુરાણ.
  • ડેસર તાલુકાના મહીસાગર નદીના તટના ગામો વરસાદમાં નદીમાં પૂર આવે તો ડૂબાણમાં જવાની દહેશત

ખાણ ખનીજ વિભાગે ક્વોરી માલિકોને મહીસાગરના પટમાં કાયદેસરની લીઝો આપવામાં આવી છે. લીઝ હોલ્ડરો દ્વારા મહીસાગરમાં આડેધડ ખોદકામ કરીને નીકળતો કાચો માલ માટી મહોરમ નદીની બહાર કાઢવાને બદલે નદીનો વિશાળ પટ પુરાણ કરાઇ રહ્યો છે. ખરેખર તે ગેરકાયદેસર હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.

મૌખિક રજૂઆતો કરી પુરાણ બંધ કરવા વારંવાર જણાવ્યું હોવા છતાં કોઈને હાથ મુકવા દેતા નથી

વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના જાંબુ ગોરલ પંચાયતની હદમાં મહીસાગર નદી કિનારાના વાઘવા વેજપુરના મુવાડા ચાવડાના મુવાડા બૅડપ મઇજીના મુવાડા રામનગર સરદારપુરા જાંબુ ગોરલ સહિતના ગામોને ચોમાસા દરમિયાન નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાશે તો ગામ ડુબાણમાં જવાની દહેશત ગ્રામજનોને સતાવી રહી છે. પંચમહાલ અને ખેડા જિલ્લાની હદમાં મહીસાગર કિનારે ક્વોરી માલિકોની લીઝો (માઇન્સો) નદીમાં આવેલ છે. તેઓને ખાણ ખનીજ વિભાગ દ્વારા હેક્ટર પ્રમાણે માપીને લીઝોની પરમિશન આપેલ હોવા છતાં માપણી વાળી જગ્યાની આજુબાજુ આડેધડ ખોદકામ કરીને લીઝમાંથી નીકળતો કાચો માલ મહીસાગર નદીની બહારની જગ્યાએ અથવા પોતાની માપણી વાળી જગ્યાએ નાખવાનો હોય છે. તેઓ દ્વારા બહાર કાઢવાને બદલે મહીસાગર નદીમાં આડેધડ માટી મહોરમના મસ મોટા ઢગલા કરીને મહીસાગર નો પટ પુરાણ કરાઈ રહ્યો છે  સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા ક્વોરી હોલ્ડરો ને મૌખિક રજૂઆતો કરી પુરાણ બંધ કરવા વારંવાર જણાવ્યું હોવા છતાં કોઈને હાથ મુકવા દેતા નથી. જો સતત માટી મહોરમનું પુરાણ ચાલુ જ રહેશે તો ચોમાસા પછીના દિવસોમા પાણીના વહેણ બદલાઈ જશે, પશુઓને ઉનાળા દરમિયાન પીવાનું પણ પાણી નદીના પુરાયેલા પટમાં નહીં રહે કારણકે મોટાભાગનો પટ માટીથી પુરાઈ રહ્યો છે. પોતાની લીઝની લંબાઈ પહોળાઈ માટે કોઈપણ જાતની નિશાની કરાઈ નથી. થાંભલા અથવા બોર્ડર બનાવવાની હોય છે. પરંતુ પોતાની મનમાની પ્રમાણે આડેધડ ખોદકામ કરી મહામૂલું ખનીજ કાળો પથ્થર કાઢવા માટે હદ નક્કી કરતા નથી.

ખાણ ખનીજ વિભાગને તપાસ કરવા જાણ કરી

અમે અનેક વખત લીઝ હોલ્ડરોને રૂબરૂ રજૂઆત કરી હોવા છતાં તેઓનું આડેધડ ખોદકામ ચાલુ રાખ્યું છે. તેઓ અમને જણાવે છે કે અમો અમારી લીઝની જગ્યામાં નાખીએ છે. તમારી હદમાં નાખતા નથી અમે આ બાબતે ખાણ ખનીજ વિભાગને તપાસ કરવા જાણ કરી છે-કોકિલાબેન મહેન્દ્રસિંહ સોલંકી, સરપંચ, જાંબુગોરલ જૂથ ગ્રામપંચાયત

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળ પર જવાનો પ્રોગ્રામ બની શકે છે. સાથે જ આરામમાં સમય પસાર થશે. બાળકોને કોઇ ઉપલબ્ધિ મળવાથી ઘરનું વાતાવરણ સારું જળવાશે. નેગેટિવઃ- આળસના કારણે થોડા કામ અધૂરા રહ...

વધુ વાંચો