તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મા-બાપને તરછોડ્યા:છતે સંતાને એકલવાયુ જીવન જીવી સાંઢાસાલના વૃદ્ધ પિતા મોતને ભેટ્યા

ડેસર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
એકલવાયું જીવન જીવતા મંગળભાઈ પરમારનું મોત નિપજ્યું. - Divya Bhaskar
એકલવાયું જીવન જીવતા મંગળભાઈ પરમારનું મોત નિપજ્યું.
  • સંતાન મા-બાપને તરછોડે ત્યારે માવતરની આંખોમાંથી લોહીના આંસુ વહે છે
  • દીકરો પિતાના અંતિમ સંસ્કારમાં પણ હાજર ન રહ્યો

વડોદરા જિલ્લાના ડેસર ગામના તળાવ બજાર વિસ્તારમાં 30 વર્ષથી રહેતા શ્રમજીવી પરિવારના મંગળભાઈ હઠીભાઈ પરમાર ઉંમર વર્ષ 71 ગત રાત્રિ દરમિયાન પોતાના ઝૂંપડામાં અંતિમ શ્વાસ લીધા હતા. માર્ગમાં આવતા જતા લોકો મંગળભાઈ સાથે વાતો કરતા હતા. પણ તા 5 જૂનના રોજ સવારે તેઓના ઝુંપડામાંથી કોઈ પ્રત્યુતર ન મળતા જાણવા મળ્યું હતું કે તેઓ મોતને ભેટ્યા છે. ડેસરના અંબાજી મંદિરની સામે ઇટવાડ માર્ગ ઉપર નાનકડું છાપરૂ બાંધીને જીવનના બાકી રહી ગયેલા દિવસો પસાર કરતા હતા. ડેસર તાલુકાના સાંઢાસાલના વતની છેલ્લા 30 વર્ષથી ડેસરમાં વસવાટ કરીને પેટનો ખાડો પૂરી રહ્યા હતા.

તેમનો દીકરો રઇજીભાઈ પરમાર તે સાઢાસાલમાં રહે છે. પોતાના મા-બાપને કોઈપણ જાતનું સાથ સહકાર આપતો ન હતો. ઝુપડામાં આઘાપાછા થાય ત્યારે રાહદારીઓ તેઓ પર દયા ખાઈને તેઓનું કામ કરી આપતા હતા. મંદિરના મહંત એક ટાઈમનું ભોજન આપતાં હતા. લોકડાઉનમાં બે દિવસ સુધી પાંચ રૂપિયાના પડીકા ઉપર પેટનો ખાડો પૂર્યો હતો.મંગળભાઈ પરમારના શરીરમાં કંઈ રહ્યું ન હતું. તેઓના હાડકા ગણી શકાય તેવું સુકાયેલું શરીર ઝૂંપડામાં આસરો લઈ રહ્યું હતું અને તેઓ પણ અવાર નવાર સ્થાનીક ગ્રામજનોને જણાવતાં હતા કે મારું અવસાન થાય તો મારા પુત્રને જાણ કર્યા વગર અંતિમ સંસ્કાર કરી દેજો.

મારી અર્થીને પણ મારાપુત્રને અડકવા દેતા નહીં. તેવો સંતાન પ્રત્યે વારંવાર બળાપો કાઢી રહ્યા હતા.વહેલી સવારે ગ્રામજનોને જાણ થતાં તેઓએ તેમના દીકરાને ફોન ઉપર જાણ કરી હતી અને બે કલાક રાહ જોયા બાદ ફરી ફોન કરતા કોઈ પ્રતિઉત્તર ન મળતાં સ્થાનિક અગ્રણીઓને સમજાયું કે તેનો દીકરો નહીં આવે. પરંતુ જેનો કોઈ ના હોય તેનો ઈશ્વર તો છે જ, ડેસરના હિન્દુ-મુસ્લિમોએ ભેગા મળી તેઓની અંતિમ વિધિની તૈયારી કરી હતી. ડેસર સરપંચ દલપતભાઈ પરમાર દ્વારા લાકડાની વ્યવસ્થા કરાઇ હતી.

જ્યારે બીજી તમામ સામગ્રીની વેવસથા દિનેશ પ્રજાપતિ દ્વારા કરાઈ હતી.છતે સંતાને એકલવાયુ જીવન તો જીવ્યા પણ અગ્નિદાહ દેવા માટે સંતાનની ગેરહાજરી સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બનવા પામી હતી. ડેસર તળાવ બજાર સ્થિત હિન્દુ-મુસ્લિમોએ એકઠા થઇ તેઓની અંતિમ વિધિ પૂર્ણ કરી હતી. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે જો મંગળભાઈ પાસે લાખોની મિલકત હોત તો? દીકરો પિતાને અગ્નિદાહ દેવા જરૂર આવ્યો હોત. તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે અને નકામા સંતાન સામે ફિટકારની લાગણી વર્ષાવી રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...