કાર્યક્રમ:સદનશાહ સમસ્ત (ર.અ)ની દરગાહે ભવ્ય ઉર્સ ઉજવાશે

ડેસર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્ય કેતન ઇનામદાર દર વર્ષે આવે છે
  • રાત્રે ઈશાની નમાજ પછી વાયજનો કાર્યક્રમ થશે

ડેસર તાલુકાના પાંડુ મેવાસ ખાતે આવેલ સુપ્રસિદ્ધ સદનશાહ સમસ્ત (ર.અ) ની દરગાહ ઉપર તા. 18 જૂન શનિવારે સંદલ શરીફ અસરની નમાજ પછી રાખવામાં આવ્યું છે. જ્યારે રાત્રે ઈશાની નમાઝ પછી વાયજનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તેમાં મુફ્તિ સૈયદ સજર અલી મદારી મકનપુર (કાનપુર) અને સૈયદ કલંદર બાદશાહ બાવા, સૈયદ સિકંદર બાદશાહ બાવા, હાજી સૈયદ સખી બાદશાહ બાવા અને રોહન અહેમદ કાદરી બાવા ઉપરાંત મૌલાના રિઝવાન (કાલસર) મોલાના શઇદ હુસેન (પાંડુ) વાયજ દરમિયાન ખાસ હાજરી આપશે.

જ્યારે 19 જૂન રવિવારે સવારે દરગાહ ઉપર કુરાન ખવાની રાખવામાં આવી છે.જ્યારે બાદ નમાજે જોહર ચાદર શરીફ ચઢાવવામાં આવશે. જ્યારે સાંજે સૌ હાજર શ્રદ્ધાળુઓ માટે નિયાજ શરીફ રાખવામાં આવી છે. પાંડુ મેવાસ ખાતે હાલ ઉર્સની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાત ભરમાંથી ઉર્સ નિમિત્તે પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે હિંદુ-મુસ્લિમ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. દરગાહ ઉપર ડેસર સાવલી તાલુકાના અગ્રણીઓ ઉપરાંત ધારાસભ્ય કેતન ઇનામદાર દર વર્ષે ખાસ હાજરી આપે છે.

અન્ય સમાચારો પણ છે...