તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:1200 રૂા.ના કેશ બેકની લાલચ આપી ઠગે બેંક ખાતામાંથી ઓનલાઈન 2.24 લાખ ઉપાડી લીધા

ડેસરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ડેસરના તુલસી ગામનો યુવાન સાયબર ક્રાઇમનો શિકાર બન્યો
 • બિહારના ભેજાબાજે યુવકના બે એકાઉન્ટમાંથી નાણાં ઉપાડી લીધા

ડેસર તાલુકાના તુલસીગામનો યુવાન રૂા. 1200ના કેશ બેકની લાલચમાં આવી જતા તેના બંનેવ બેંક ખાતામાંથી બિહારના ચિટરે રૂા. 2,24,687 ઉપાડી લેતા નાનકડા તુલસીગામમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈ તા 7 જુલાઈ 2020ના રોજ સવારે ફોન પે કોલ સેન્ટરમાંથી બોલું છું, તેમ એક ફોન ડેસર તાલુકાના તુલસી ગામમાં રહેતા ચિરાગ પ્રવીણભાઈ પટેલ ઊં. 26 વર્ષ ઉપર આવ્યો હતો અને જણાવ્યું હતું કે તમને 1200 રૂપિયાનું કેસબેક મળશે. હું તમને એક નોટિફિકેશન મોકલું છું રૂા. 1200ની લાલચમાં ચિરાગ આવી જતાં તેણે સામેથી આવેલ નોટિફિકેશન ઓપન કરી પોતાનો પીન નંબર નાખ્યો હતો. પીન નંબર નાખતા વેંત સામેથી ફોન આવ્યો હતો કે ઇન્ટરનેટ ધીમું ચાલે છે. જેથી તમે મને તમારા બીજા નંબર પરથી ફોન કરો. સામેવાળા ઉપર વિશ્વાસ કરી તેની વાત ફોલો કરતા ચિરાગને ક્યાં ખબર હતી કે તેના બંને બેંક એકાઉન્ટમાં રાખેલી રકમ થોડી જ મિનિટોમાં ઉડી જશે.

રૂા. 1200ની કેસબેક આવવાને બદલે સ્ટેપ બાય સ્ટેપ સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા ટીંબા રોડ શાખાના ખાતામાંથી રૂા. 34,229 તેમજ બેંક ઓફ બરોડા કાકણપુર શાખાના ખાતામાંથી રૂા. 1,90,390ની રકમ કપાઇ હતી. બંને ખાતામાંથી કુલ રૂા. 2,24,687 ઉપડી ગયા હતા. બીજા દિવસે તા 8 જુલાઈ 2020ના રોજ ફોન આવ્યો હતો કે તમે તમારા બેંક મેનેજર સાથે આ બાબતે વાર્તાલાપ કરો. અમે તમારા રૂપિયા પરત મોકલી આપીશું. સફાળા જાગેલા ચિરાગે બેંકોમાં જઈને ઉપરોક્ત મોબાઈલ નંબર ઉપર ફોન કરતાં સામેવાળાએ ફોન રિસીવ કર્યો ન હતો. વારંવાર ફોન કરવા છતાં રિસીવ ન કરાતા ખબર પડી હતી કે પોતે ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બન્યો છે.

તા 8 જુલાઇએ ડેસર પોલીસ મથકે અરજી આપી હતી અને ત્યાર પછી સાયબર પોલીસ મથક વડોદરા ખાતે અરજી મોકલી આપી હતી. સાયબર સેલે અરજીના આધારે કરેલ તપાસ અનુસાર આ રકમ ઇન્ડિયા પોસ્ટે પેમેન્ટ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયેલ છે અને આ ખાતા ધારક બાબુર અલી હેમ્બરા, રહે. લીલાવરણ, ચિલકારા, યુઆનપાની, બિહારનો માલુમ પડ્યો હતો. ખોટા નામની ઓળખ આપી બંને ખાતામાંથી ઓનલાઈન ઇન્ટરનેટ મારફતે છેતરપિંડી કરી રૂપિયા ટ્રાન્સપોર્ટ કરી લેતા પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો