ડેસર તાલુકાના પાંડુ, સાઢાસાલ, વરસડા ધરમપુર, સતનગર, જાંબુગોરલ, બારીયાના મુવાડા દાજીપુરા ખાતેના ખેડૂતોએ વાદળછાયું વાતાવરણ સર્જાયું હોવાના કારણે પોતાનો તૈયાર પાક ખરાબ ના થાય તે કારણે ચિંતાતુર થઈને ખેતરોમાં પરિવાર સાથે દોડાદોડી કરી મૂકી હતી. ખેતરોમાં તમાકુનો પાક સુકવેલો હતો તે ઉઠાવીને ઠેકાણે લગાવ્યો હતો.
ડેસર તાલુકામાં બપોરે 12 વાગ્યે એકાએક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં રીતસરનું ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. ખેતરમાં સુકવેલા મહામુલા તમાકુના પાકને વરસાદમાં પલડે તે પહેલાં જ ઉઠાવી લઇ સુરક્ષિત જગ્યાએ ખસેડવાની ફરજ પડી હતી.
ઉનાળામાં ચોમાસા જેવા વાતાવરણનું સર્જન થતાં ખેડૂતોની હાલત માં મને કોઠીમાંથી કાઢ જેવી થવા પામી હતી, જીરુ, ઘઉં, એરંડા, તમાકુ અને તુવેરના પાકને કમોસમી માવઠું થાય તો મહદ અંશે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જ્યારે ઉનાળુ બાજરી કરતાં ખેડૂતોને કમોસમી માવઠાથી ફાયદો થશે તેવુ ખેડૂતો જણાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.