સમસ્યા:ખેતરમાં પાણી લેવા ડેસર તાલુકાના ખેડૂતો કેનાલ સાફ કરાવવા મજબૂર

ડેસર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડેસર બ્રાંચની નર્મદાની માઇનોર કેનાલમાં ઉગી નીકળેલા ઝાડી ઝાખરાના કારણે પાણીના વહેણમાં આવતી બાધા તસવીરમાં નજરે પડે છે. - Divya Bhaskar
ડેસર બ્રાંચની નર્મદાની માઇનોર કેનાલમાં ઉગી નીકળેલા ઝાડી ઝાખરાના કારણે પાણીના વહેણમાં આવતી બાધા તસવીરમાં નજરે પડે છે.
  • કાગળ ઉપર કેનાલની સફાઈ બતાવીને ગ્રાન્ટો ચાઉં થતી હોવાની ફરિયાદ
  • માઈનોર કેનાલોમાં ઉગી નીકળેલા ઝાડી ઝાંખરાથી પાણી ખેતર સુધી પહોંચતાં નથી

ડેસર બ્રાન્ચ કેનાલમાં અસહ્ય માટી અને ઝાડી-ઝાંખરા ઊગી નીકળ્યા છે. પોતાનો મહામૂલો પાક સૂકાતો હોઇ, પાણીની તાતી જરૂરીયાત હોય, ત્યારે જ નર્મદા કેનાલના અધિકારીઓ નહેર રીપેરીંગ અને સાફ સફાઈનું બહાનું કરી અચાનક કેનાલમાં પાણી બંધ કરી દેવાય છે. જ્યારે કેનાલો સફાઈના નામે હાલ મીંડુ છે. ઝાળી ઝાખરા અને માટીના કારણે પાણીના વહેણમાં બાધા આવતા ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચી શકતું નથી. ડેસર તાલુકાની નર્મદા નહેરની માઇનોર કેનાલો હાલ શોભાના ગાંઠિયા સમાન પુરવાર થઇ રહી છે.

રોજ બરોજ ખેડૂતો પોતાના ખેતરમાં પાણી લેવા માટે વલખા મારી રહ્યા છે. કેનાલોની સાફ-સફાઈ કરી પાણીનો ફલો મેન કેનાલમાંથી વધારવામાં આવે તોજ છેવાળાના ખેતરોમાં પાણી પહોંચી શકે તેમ છે. કેનાલોની સાફ સફાઈ માટે મોટા કોન્ટ્રાક્ટો અપાય છે. પરંતુ કેનાલોમાં નહિવત સાફ સફાઇ પણ કરાતી નથી. જ્યારે કાગળ ઉપર માઇનોર કેનાલની સફાઈ બતાવીને સરકારી ગ્રાન્ટો ચાઉ થતી હોવાની ખેડૂતોમાં ચર્ચાએ જોર પકડયું છે. ખેડૂતોનો મહામૂલો પાક પાણી વગર સુકાઇ રહ્યો છે.

કેનાલમાં ઝાડી-ઝાંખરા જંગલ એટલી હદે ઉગી નીકળ્યા છે કે પાણીના વહેણમાં બાધા બને છે ખેડૂતો નર્મદા કેનાલનું પાણી પીયાવો ભરીને લેતા હોવા છતાં પોતાના ખેતરમાં પાણી લેવા માટે કેટલાક ખેડૂતોએ જાતે કેનાલોની સફાઈ કરવી પડે છે. કેનાલના અધિકારીઓ તેઓના કર્મચારીઓ ઉપર નિર્ભર રહી કેનાલની સાફ સફાઈ થઈ છે કે નહીં તેની સ્થળ તપાસમાં પણ આવતા નથી. નર્મદા કેનાલ વિભાગની લાલિયાવાડીના કારણે ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે.

ખેડૂતો પોતાની વેદના ઠાલવવા માટે સાવલી અને કાલોલની નર્મદા કેનાલની કચેરીએ જાય છે. ત્યારે સીનીયર અધિકારીઓ હાજર હોતા જ નથી. જુનીયર અધીકારીઓ બીન આવળત વાળા હાજર હોવાથી ખેડૂતોની વેદના સમજી સકતા નથી અને બંન્ને કચેરીઓનુ સંચાલન સિનીયર અધિકારીઓ વડોદરાની કચેરીમાંથી કરે છે. જ્યારે તેઓની ફરજ સાવલી અને કાલોલની કચેરીમા હોય છે.

અન્ય સમાચારો પણ છે...