ડેસર ખાતે તા 9 જાન્યુઆરીના રોજ બપોરે 12 વાગે બેટી બચાવો બેટી પઢાવો અને પૂર્ણા યોજના હેઠળ ICDS ઘટક દ્વારા સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળાનું આયોજન કરાયું હતું. વર્ષ 2018થી રાજ્ય સરકારે 15 વર્ષની શાળાએ જતી ન જતી તમામ કિશોરીઓ માટે પૂર્ણા યોજના અમલમાં મુકેલ છે.
તે યોજના હેઠળ 15થી 18 વર્ષથી તમામ કિશોરીઓને પોતાના જીવનમાં તે માહિતીનો અમલ કરે તે માટે પ્રોત્સાહિત કરવા તેમજ તેમને અસર કરતા નિર્ણયો તેઓ જાતે લઈ શકે તે દિશામાં યોગ્ય વાતાવરણ પૂરું પાડવાનો લક્ષ રખાયો હતો. તેઓને સંપૂર્ણ માહિતી મળી રહે તે હેતુસર ડેસર APMC ખાતે અનેક જાતના અવનવા સ્ટોલ ઊભા કરાયા હતા.
આંગણવાડી કેન્દ્ર પર દર માસના ચોથા મંગળવારે પોષક તત્વોથી ભરપૂર પૂર્ણ શક્તિના ચાર પેકેટ વિતરણ કરાય છે. જ્યારે દર બુધવારે પૂરક આયન અને ફોલિક એસિડની ગોળી અપાય છે. જ્યારે નિયમિત વજન ઊંચાઈ તથા બી એમ આઇ મપાય છે. તેવી માહિતી અપાઈ હતી. હાજર રહેલા અધિકારી કર્મચારી ગણે પ્રસંગોપાત્ર ઉદબોધન આપ્યું હતું. જ્યારે સાવલી ડેસરના ધારાસભ્ય કેતન ઇનામદારે બેટી બચાવો ઉપર ભાર મુકતા જણાવ્યું હતું કે દીકરીની લગ્નની વય થાય ત્યારે જ લગ્ન કરવા જોઈએ વહેલા લગ્ન કરવા જોઈએ નહીં દીકરી પરિવારમાં ભાર રૂપ નથી. તમે જલ્દી લગ્ન કરી જવાબદારીઓમાંથી છૂટવા માંગો છો,
ખરેખર જીવનમાં જવાબદારીઓ પૂર્ણ થતી જ નથી અને જે ઘરમાં દીકરી નથી ત્યાં ખરેખર અંધકાર છે. દીકરી તો ઘરનું અજવાળું છે. વધુમાં જણાવ્યું કે હું પણ મારે ત્યાં સમૂહ લગ્નોત્સવમાં જો દીકરીઓની વય નહીં થઈ હોય તો તેનું નામ નોંધણી કરવા દઇશ નહીં અને કોઈની પણ લાગવગ શાહી ચલાવીશ નહીં. તેવું જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.