ખેડૂતો ચિંતિત:ઓછા વરસાદને લીધે ડેસર તા.માં વાગી રહેલા દુષ્કાળના ડાકલા

ડેસર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખેતરમાં વાવેતર કરેલું મોંઘું બિયારણ નિષ્ફળ જવાની ભીતિ
  • કપાસના છોડવા મુરઝાયેલા ઉગી નીકળતાં ખેડૂતો ચિંતિત

અડધું ચોમાસું પૂરું થવા આવ્યું હોવા છતાં ગત વર્ષ કરતાં અડધો પણ વરસાદ વરસ્યો નથી વર્ષ 2020માં ચોમાસાનો કુલ 461 મિમી વરસાદ સરકારી ચોપડે નોંધાયો હતો. જ્યારે આ વર્ષે 165 મિમી મોસમનો કુલ 40 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. છેલ્લા 20 દિવસ દરમિયાનથી ડેસર તાલુકા ઉપર કાળા ડિબાંગ વાદળોએ ઘેરો ઘાલ્યો હતો. પરંતુ વરસાદ વરસવાનું નામ સુધા લેતો નથી અને આજે ઉઘાડ નિકળી જતા ખેડૂતો વિમાસણમાં મુકાયા છે. પ્રથમ વરસેલા સારા વરસાદના કારણે ખેડૂતોએ પોતાના ખેતરોમાં બિયારણ વાવી ચાતક નજરે આકાશ સામે મીટ માંડીને બેઠા છે. પરંતુ વરસાદે હાથતાળી આપી હોય તેવું લાગી રહ્યું છે.

કુલ 220 મિમી વરસાદ હાલ સુધીમાં વરસી જાય તો દુષ્કાળ જાહેર થાય નહીં. પરંતુ હજુ તો માત્ર કુલ 165 મિમી વરસાદ નોંધાયો છે. જે ગત વર્ષ કરતા 55 મિમી ઓછો હોવાથી રીતસરના દુષ્કાળના ડાકલા વાગી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. જો વહેલી તકે વરસાદ નહીં વરસે તો નાછુટકે રાજ્ય સરકાર દ્વારા તાલુકાને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવો પડશે. તેવું હાલ વાતાવરણ જોતાં લાગી રહ્યું છે. ચોમાસાના બે રાઉન્ડ પુરા થયા હોવા છતાં અત્યાર સુધી 20થી 25 ટકા વરસાદની ઘટ વર્તાઇ છે.

જો વહેલી તકે ચોમાસાની સિસ્ટમ સક્રિય થઇને 10 દિવસમાં વરસાદ વરસે તો ઠીક છે. નહીં તો આવતા દિવસોમાં ખેડૂતોને મરવાનો વખત આવશે. કારણ કે ખેતરમાં વાવેતર કરેલુ મોંધુ બિયારણ નિષ્ફળ નીવડશે. જ્યારે બીજી તરફ ડેસર તાલુકાના ધરમપુર, સતનગરના ખેડૂતોએ મહામહેનતે કપાસનો પાક તૈયાર કરેલ છે. ત્યારે તેમાં કુદરતી હોય કે કૃત્રિમ કપાસના તૈયાર થયેલા છોડવા વિકૃત રીતે મુરઝાયેલા ઉગી રહ્યા છે.

ખેડૂતો જણાવે છે કે કેમિકલની અસર વર્તાઈ હોય અથવા કોઇ કુદરતી તે કૃષિ નિષ્ણાતોનો તપાસનો વિષય છે. બંને તરફથી ખેડૂતોને કુદરતી આપદાનો સામનો કરવો પડી રહ્યો છે. કૃષિ નિષ્ણાતો સ્થળ તપાસ કરી યોગ્ય કરે તેવી ખેડૂતોની લાગણી સાથે ની માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...