તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવાળી ઉત્સવ:દીપાવલી એટલે દીપોત્સવ, દિવાળીની રાત્રે દીવડાઓથી મહીસાગર ઝગમગી ઊઠી

ડેસર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
જુના સીહોરા નજીકથી પસાર થતી મહીસાગર નદીમાં 4000 દીપ પ્રગટાવી વહેતા મૂકાયા હતા. - Divya Bhaskar
જુના સીહોરા નજીકથી પસાર થતી મહીસાગર નદીમાં 4000 દીપ પ્રગટાવી વહેતા મૂકાયા હતા.
 • જૂના શિહોરાના ગ્રામજનોએ 4000 દીવડાઓ પ્રગટાવી મહીસાગરના પવિત્ર જળમાં વહેતા મૂક્યા
 • કાળી રાત અમાસની પ્રગટે નાનો દીવો, ઉજાળે આખી અવનિ નાનો સરખો દીવો

ભગવાન રામ જ્યારે રાવણને મારી અયોધ્યા પરત ફર્યા હતા ત્યારે નગરવાસીઓએ અયોધ્યાને સાફ કરી રાત્રે દીપ પ્રજ્વલિત કર્યા હતા. તે દિવસથી આ પરંપરા ઘરેઘરમાં ચાલી આવે છે. કારતક માસની અમાસની રાત્રે દીપ પ્રાગટ્ય કરી ઘોર અંધકાર દૂર કરવામાં આવે છે.

ડેસર તાલુકાના શિહોરા સરપંચ સહિત ગ્રામજનોએ ગામ નજીકથી પસાર થતી મહીસાગર નદીમાં દિવાળીની રાત્રે આઠ વાગ્યે જૂના શિહોરાથી વાજતે ગાજતે મહિલાઓ નાના ભૂલકાઓ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં મહીસાગર નદીમાં જઈને 4000 દીવાઓમાં ચાર લીટર ચોખ્ખું ઘી અને પાંચ લીટર તેલ નાખીને પ્રગટાવ્યા હતા. જેને હાજર સૌ બાળકો અને મહિલાઓ સહિત તમામે પોતાના હાથે પવિત્ર જળમાં વહેતા મુક્યા હતા. શિહોરાના સરપંચ વિક્રમસિંહ ચૌહાણ, અગ્રણી બળવંત સિંહ ચૌહાણ, ગીરવત સિંહ સોઢા પરમાર, નટવર સિંહ સોઢા પરમાર, અને ધનાભાઈ ડાભીની પ્રેરણાથી અધધ કહી શકાય તેટલા દીપ પ્રગટાવી શકાયા હતા.

2020નું આખું વર્ષ કોરોનાને કારણે ખરાબ ગયું હોવાથી જૂના શિહોરા ગ્રામજનોને ભગવાન તરફથી પ્રેરણા થઇ કે મહીસાગરમાં દિવાળીની રાત્રે 4000 દીપ પ્રગટાવી વહેતા મૂકી પ્રાર્થના કરીએ કે હે પ્રભુ ગયેલા વર્ષમાં સમગ્ર માનવજાત કોરોના રૂપી રાવણથી હેરાન થઈ છે હવે નવું વર્ષ અમારા માટે સારુ નિવડે. આવી આશા સાથે સૌએ દીપ પ્રગટાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો