કાર્યવાહી:સગીરા ઉપર બળાત્કાર ગુજારનાર નરાધમની ડેસર પોલીસે ધરપકડ કરી

ડેસર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડેસર તાલુકાના સાંઢાસાલ પાસેના ગામમાં બનેલી ઘટના

ડેસર તાલુકાના સાંઢાસાલ પાસેના ગામની ધો-10માં અભ્યાસ કરતી 14 વર્ષીય સગીર કન્યાને 31 વર્ષીય નરાધમ યુવાને મિત્રતા કેળવીને વારંવાર તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારતા સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. સાંઢાસાલ પાસેના નાના ગામની સગીરા નજીકની શાળામાં ધો.10માં અભ્યાસ કરે છે. તેના પિતા ખાનગી કંપનીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન કરે છે. બે દિવસ પહેલા શાળામાંથી તેના પિતા પર ફોન આવ્યો હતો કે તમે તમારી દીકરીને ફોન આપ્યો છે? જવાબમાં પિતાએ ચોખ્ખી ના પાડી હતી.

માતા-પિતા શાળાએ પહોંચતાં ખબર પડી હતી કે તેમની દીકરી પાસેથી મોબાઇલ મળ્યો છે. માતા-પિતાએ સગીરાને ઘરે લઈ જઇ પૂછ પરછ કરતા પિતાને ચોંકાવનારી હકીકત તેણે જણાવી હતી કે હુ ધોરણ 9માં અભ્યાસ કરતી હતી. ત્યારથી મારવાડી ગુતરડી તા.સાવલીનો વનરાજ અમરસિંહ પરમાર ઉ.31 મારી શાળાની આજુબાજુ આવતો અને મારી તરફ વારંવાર જોયા કરતો હતો. શરૂમાં મેં ધ્યાન આપ્યું નહોતું. પરંતુ વારંવાર આવતાં અમારી વચ્ચે ઘરાેબો વધ્યો હતો. મારી પરીક્ષા વખતે તેણે મને મોબાઈલ આપ્યો હતો.

ત્રણ મહિના પહેલાં હું ઘરે જતી હતી ત્યારે તે બાઈક લઈને આવી ઘરે લઈ જવાના બહાને સાંઢાસાલ નજીક નદી કિનારે મંદિરની બાજુમાં આવેલ ઓરડીમાં લઇ ગયો હતો. જ્યાં મારી મરજી વિરુદ્ધ બળાત્કાર કર્યો હતો. આબરૂ જવાની બીકે મેં વાત છુપાવી હતી. બાદ અવાર-નવાર સગીરાનું શારીરિક શોષણ કરતાં તેના ત્રાસથી કંટાળી તેણે આ હકીકત તેના માતા-પિતાને જણાવતાં તેઓએ નરાધમ વનરાજ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેને પકડી બળાત્કારનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...