દુઃખદ:ડેસર APMCના ડિરેક્ટરનું ટૂંકી માંદગી બાદ અવસાન

ડેસરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

ડેસર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ડિરેક્ટરનું ટૂંકી માંદગી બાદ અવસાન થયું હતું. મેરાકુવાના વતની પર્વતસિંહ છત્રસિંહ પરમાર ઉર્ફે પી.સી.પરમાર તેઓ સતત બે ટર્મથી એપીએમસીના ડિરેક્ટરી તરીકે ચૂંટાઈ આવતા હતા અને ભાજપ ના સક્રિય કાર્યકર હતા. થોડા સમયથી બીમારીમાં સપડાતા ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા તે દરમિયાન ઓક્સિજન લેવલ ખુબ જ ઓછું થઈ જતા 18 ડિસેમ્બરે સવારે તેઓનું અવસાન થયું હતું. સાવલી ડેસરના ધારાસભ્ય સહિત એપીએમસીના ચેરમેન અને ડિરેક્ટરો અને કર્મચારીઓએ તેમજ ભાજપના કાર્યકરોએ ઘેરો શોક વ્યક્ત કર્યો હતો. નિસ્વાર્થ ભાવે સમાજ સેવામાં વર્ષ થી જોડાયેલા હોવાથી ગ્રામજનો અને પ્રજાએ યાદ કરીને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...